________________
પ્રકરણ પાંચમું બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા (અ) બૌદ્ધધર્મદર્શન
બૌદ્ધ મતે આત્મા
બૌદ્ધ મત અનુસાર ચિત્તથી પર આત્મા નામનું કોઈ તત્ત્વ નથી. તેમને . માટે ચિત્ત જ આત્મા છે. તેમનું ચિત્ત ક્ષણિક છે. ચિત્તક્ષણોની એક સંતતિ ચિત્તક્ષણોની બીજી સંતતિથી પૃથક્ છે. એક સંતતિગત ચિત્તક્ષણ બીજી ચિત્તક્ષણસંતતિમાં કદી, પ્રવેશ પામતી નથી જ. વળી, એક સંતતિમાં ચિત્તક્ષણોનો ક્રમ પણ નિયત છે, તદ્ભુત ક્ષણો સ્થાનફેર કરી શકતા નથી, આમ ચિત્તક્ષણસંતતિ જૈન આત્મા સદેશ છે અને ચિત્તક્ષણો આત્મપર્યાયો સદશ છે.1 હકીકતમાં જૈનો પણ ચિત્તદ્રવ્યથી પર આત્મદ્રવ્ય સ્વીકારતા નથી. જેને તેઓ આત્મા નામ આપે છે તે ચિત્ત જ છે. જૈનોનું ચિત્ત પરિણામિનિત્ય છે.
જૈનોની જેમ બૌદ્ધો પણ ચિત્તને પ્રકાશસ્વરૂપ ગણે છે.જૈનોની જેમ બૌદ્ધો પણ જ્ઞાન અને દર્શનને તેનો સ્વભાવ માને છે. રાગ-દ્વેષ આદિ મળો આગંતુક છે.3.આ મળો અનાદિ કાળથી ચિત્તસન્તતિ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં લાવવા બુદ્ધનો ઉપદેશ છે. ફ્લેશવાસિત ચિત્ત જ સંસાર છે અને ફ્લેશરહિત શુદ્ધ ચિત્ત જ મોક્ષ છે, આમ મળો દૂર થતાં ચિત્તનું સ્વસ્વભાવમાં આવવું તે જ મોક્ષ છે, નિર્વાણ છે.
જ
સંસારી અવસ્થામાં રૂપ આદિ પાંચ સ્કંધો હોય છે. પાંચ સ્કંધ છે - રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન: ‘‘રૂપસ્કંધ” શબ્દ દેહવાચી છે. તેનો વ્યાપક અર્થ છે ભૂતભૌતિક જ્ઞેય પદાર્થો. વેદનાસ્કંધ સુખ-દુઃખનું વેદન છે. સંજ્ઞાસ્કંધ વિકલ્પજ્ઞાન યા સ્મૃતિજન્ય જ્ઞાન છે. સંસ્કારસ્કંધ એ પૂર્વાનુભવે પાડેલા સંસ્કારો છે. વિજ્ઞાનસ્કંધ એ અનુભવાત્મક જ્ઞાન છે. રૂપ આદિ પાંચ સ્કંધો જ સંસારી અવસ્થામાં એક ચિત્તનો બીજા ચિત્તથી ભેદ કરે છે અને વ્યક્તિત્વ બક્ષે છે. આ વ્યક્તિત્વને માટે “પુદ્ગલ’” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. રૂપ આદિ પાંચ સ્કંધો જ ચિત્તનું વ્યક્તિત્વ છે, મ્હોરું છે. તેમનાથી અતિરિક્ત વ્યક્તિત્વ નથી. અર્થાત્ સ્કંધોથી અતિરિક્ત પુદ્ગલ નથી. આ સમજાવવા માટે જ નાગસેનેરથનું પ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું છે. રથના એક એક અવયવને લઈને નાગસેન પૂછે છે, “આ રથ છે ? ' દરેક વખતે મિલિન્દ “ના” કહે છે. છેવટે કોઈ અવયવ કે કશું બચતું નથી ત્યારે નાગસેન પૂછે છે કે, તો પછી રથ ક્યાં?