________________
૧૫૯ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
જ ક્યાં રહી. સાંખ્ય-યોગ માત્ર મિથ્યાજ્ઞાન(અવિવેકજ્ઞાન-અવિદ્યા)ની જ વાત કરે છે. જૈન મતે જ્ઞાનના સમ્ય-મિથ્યાનો આધાર શ્રદ્ધાના સમ્યક્-મિથ્યાપણા ઉપર છે જ્યારે સાંખ્યયોગમાં મિથ્યાશ્રદ્ધાના અનુલ્લેખને પરિણામે આ વિચારનો અભાવ છે. અલબત્ત જૈનની જેમ સાંખ્ય-યોગ પણ સ્વીકારે જ છે કે સમ્યક્ત્તાનના મૂળમાં શ્રદ્ધા છે. જૈનો મિથ્યાશ્રદ્ધાના ક્ષયથી સમ્યક્ શ્રદ્ધાનું પ્રાકટ્ય માને છે અને સમ્યક્ શ્રદ્ધાનું પ્રાકટ્ય થતાં સમ્યજ્ઞાન પ્રગટે છે, સમ્યજ્ઞાન એ સમ્યક્ ચારિત્રને પ્રગટાવે છે અને સમ્યક્ ચારિત્રના પ્રાકટ્ય સાથે પૂર્વેના બેનું પ્રાકટ્ય હોય છે જ આમ એ ત્રણેયનો સમવાય મોક્ષનું કારણ છે. સાંખ્ય-યોગમાં તો શ્રદ્ધાથી વીર્ય, વીર્યથી સ્મૃતિ, સ્મૃતિથી સમાધિ, સમાધિથી વિવેકજ્ઞાન અને . વિવેકજ્ઞાનથી (૫રવેરાગ્ય દ્વારા) કૈવલ્ય - આ ક્રમ છે. અહીં માત્ર વિવેકજ્ઞાન જ કૈવલ્યનું સાક્ષાત્ કારણ છેતેમજ વિવેકજ્ઞાનથી જ અવિવેકજ્ઞાનનો (અવિદ્યાનો) નાશ થાય છે. જૈનોએ જેમ મિથ્યાજ્ઞાન સ્વીકાર્યું છે તેમ સાંખ્ય-યોગે પણ મિથ્યાજ્ઞાન સ્વીકાર્યું છે. પરંતુ જૈનોએ મિથ્યાજ્ઞાનનું કારણ મિથ્યાદર્શન (મિથ્યાશ્રદ્ધા) જણાવ્યું ← છે જ્યારે સાંખ્યયોગે મિથ્યાજ્ઞાનનું (અવિવેકજ્ઞાનનું - અવિદ્યાનું) કોઈ કારણ જણાવ્યું નથી. જૈનો મિથ્યાશ્રદ્ધાને સંસારનું મૂળ કારણ ગણે છે જ્યારે સાંખ્યયોગ મિથ્યાજ્ઞાનને (અવિવેકજ્ઞાનને - અવિઘાને) સંસારનું મૂળ કારણ ગણે છે, કારણ કે તે દર્શનમાં મિથ્યાશ્રદ્ધાનો ખ્યાલ જ નથી.
૪. ઉપસંહાર
ઉપનિષદમાં ‘‘દર્શન’’ શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં થયેલો છે. આ જ રીતે જૈનદર્શનમાં પણ ‘દર્શન” શબ્દ શ્રદ્ધાના અર્થમાં પ્રયુક્ત થયેલો છે. ઉપનિષદમાં શ્રદ્ધાની બે કોટિઓનો સ્પષ્ટ નિર્દેશ છે- શ્રવણપૂર્વેની શ્રદ્ધા અને શ્રવણ પછીની શ્રદ્ધા. જૈનોએ પણ શ્રદ્ધાના બે પ્રકારો માન્યા છે - નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધા. પરંતુ તે બે પ્રકારોની પરંપરાગત જે વ્યાખ્યા છે તેનો સ્વીકાર કરતાં કેટલાક પ્રશ્નો જાગે છે, જે અનુત્તર રહે છે. પરંતુ તેમનું અર્થઘટન શ્રવણપૂર્વેની શ્રદ્ધા અને શ્રવણ પછીની શ્રદ્ધા એ રૂપે કરતાં એ પ્રશ્નોનો · ખુલાસો આપોઆપ થઈ જાય છે. નૈસર્ગિક શ્રદ્ધા અર્થાત્ શ્રવણપૂર્વેની શ્રદ્ધા એ ચિત્તની એક પ્રકારની શુદ્ધિરૂપ છે જ્યારે અધિગમજ શ્રદ્ધા એ આચાર્યોપદેશશ્રવણ પછી શ્રુત તત્ત્વમાં જે વિશ્વાસ જાગે છે તે વિશ્વાસરૂપ છે. મિથ્યાદર્શનના પણ નૈસર્ગિક અને અધિગમજ એ બે ભેદો જૈનદર્શને આપ્યા છે. તેમનો અર્થ પણ