________________
૧૫૫ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
પ્રગટ થાય છે. મળ દૂર થતાં ચિત્ત શુદ્ધ બને છે, અર્થાત્ તત્ત્વપક્ષપાત અભિવ્યક્ત થાય છે. આથી શુદ્ધિને જ તત્ત્વપક્ષપાત ગણવામાં આવે તો કોઈ વિરોધ નથી. આમ, શ્રદ્ધા એટલે સંપ્રસાદ, સંપ્રસાદ એટલે શુદ્ધિ અને શુદ્ધિ એટલે તત્ત્વપક્ષપાતરૂપ ચિત્તનો સ્વભાવ.
આગળ વ્યાસભાષ્ય જણાવે છે કે, સાત્તિ નનનીવ ત્યાળી યોનિનું પાતિા અહીં વ્યાસ શ્રદ્ધાને કલ્યાણી જનની સાથે સરખાવે છે અને કહે છે કે જેમ. કલ્યાણી માતા બાળકનું રક્ષણ કરે છે તેમ શ્રદ્ધા યોગીનું (= સાધકનું) રક્ષણ કરે છે. માતા એ પ્રેમમૂર્તિ છે. તે તેના બાળકનું વ્યસનોથી, ઉન્માર્ગથી રક્ષણ પ્રેમથી કરે છે, તર્કથી નહીં. માતાની જેમ શ્રદ્ધા પણ પ્રીતિસ્વરૂપ છે, પક્ષપાતસ્વભાવ છે, ભાવપૂર્ણા છે. તે પણ સાધકનું રક્ષણ પ્રીતિથી, ભાવથી કરે છે, તર્કથી નહીં. શતપથ બ્રાહ્મણ 11.6.1.12 માં શ્રદ્ધાને કલ્યાણી સ્ત્રી સાથે સરખાવી છે. ત્યા ચાની સા શ્રદ્ધા 81 વ્યાસે શ્રદ્ધાને કલ્યાણી સ્ત્રી સાથે નહીં પણ કલ્યાણી માતા સાથે સરખાવી છે. કલ્યાણી સ્ત્રી પણ પુરુષને પ્રેમથી ઉન્માર્ગેથી સન્માર્ગે વાળે છે, તર્કથી નહીં. અહીં, કાવ્યપ્રકાશનું વાક્ય ‘‘હ્રાન્તાલમ્મિતતયોપવેશયુને''નું સ્મરણ થાય છે. વ્યાસજીએ કલ્યાણી સ્ત્રી કરતાં કલ્યાણી માતાના પ્રેમને વધુ ઉત્કટ અને વધુ અસરકારક માન્યો લાગે છે.
એક વાર ચિત્તનું તત્ત્વપક્ષપાતરૂપ સ્વરૂપ પ્રગટ થાય એટલે એવા ચિત્તવાળી વ્યક્તિ તત્ત્વ તરફ જ આકર્ષાય, તેને જ ગ્રહણ કરે અને તેનો સાક્ષાત્કાર કરવાની સાધના કરે અને છેવટે સાક્ષાત્કાર કરીને જ રહે. બીજા શબ્દોમાં કહીએ તો આ તત્ત્વપક્ષપાત અર્થાત્ શ્રદ્ધા સન્માર્ગ તરફ જ શ્રદ્ધાવાનને લઈ જઈ તે માર્ગમાં જ સ્થિર કરે છે અને ઉન્માર્ગે જતાં રોકે છે, ઉન્માર્ગથી રક્ષે છે. વાચસ્પતિ વ્યાસવચનને સમજાવતાં લખે છે કે, - યોશિનું પાતિ વિમાńપાતન-નોન તા ભિક્ષુ તે જ વ્યાસવચનને સમજાવતા કહે છે કે, સા ૨ સમથાં માતેવ યોશિન પાતિપ્રતિવન્યસહસ્ત્રાળિતિરસ્કૃત્યરક્ષતિ, યથાયોગમÇોનમવીત્યર્થ: તત્ત્વસાક્ષાત્કાર અને કૈવલ્યની પ્રાપ્તિનો જે યોગમાર્ગ (સાધનામાર્ગ) છે તે માર્ગમાં અનેક બાધાઓ આવે છે. આ બધી બાધાઓને સાધક શ્રદ્ધાથી દૂર કરી શકે છે, પરિણામે તેની સાધનાનો ભંગ થતો નથી. શ્રદ્ધા જ સાધકને માર્ગભ્રષ્ટ થતાં બચાવે છે. શ્રદ્ધા સાધકને માર્ગભ્રષ્ટ થતાં કેમ રોકે છે ? કારણ કે શ્રદ્ધાનું સ્વરૂપ જ તત્ત્વપક્ષપાતરૂપ છે, તે એવું માનસિક (ચેતસિક) વલણ છે જે તત્ત્વ અને સન્માર્ગ તરફ જ ઢળે છે.
આગળ વ્યાસજી કહે છે કે, તસ્ય હિ શ્રધાનસ્ય વિવેાર્થિનો વીર્યમુળનાયતા