________________
૧૫૧ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
એ કે અન્ય મતોએ પરિકલ્પિત તત્ત્વના નિરાસ દ્વારા જિનવચન પ્રતિપાદિત પદાર્થોમાં શ્રદ્ધાનરૂપ જ્ઞાનની જે વિશિષ્ટ અવસ્થા તે “સમ્યગ્દર્શન” એવું નામ પામે છે, એમ માનવું ન્યાય છે.74
આ અભેદપક્ષના સમર્થનમાં આપેલી દલીલોની સમીક્ષા કરવી જોઈએ. પ્રથમ દલીલમાં મતિજ્ઞાનનો અપાય એ જ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે એમ જણાવ્યું છે. આ મતિજ્ઞાનની ચાર ભૂમિકાઓમાંની ત્રીજી ભૂમિકા અપાય છે. એને વિશે ત્રીજા પ્રકરણમાં સમજૂતી આપી છે. આ ભૂમિકામાં આપણે ઉપસ્થિત અનેક વિકલ્પોમાંથી એક પછી એક વિકલ્પને દૂર કરતા જઈએ છીએ અને છેવટે બાકી રહેલા વિકલ્પને સ્વીકારીએ છીએ. અહીં અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પને સ્વીકારવામાં રુચિ નહીં પણ તર્ક કામ કરે છે. મતિજ્ઞાનના અવાયને જ સમ્યગ્દર્શન ગણવું કોઈ રીતે યોગ્ય નથી. શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનમાં પણ અવાય છે. ‘“અન્ય મતવાદીઓએ ઉપદેશેલ પદાર્થો સાચા નથી પણ આ ગુરુએ ઉપદેશેલ પદાર્થો જ સત્ છે'' એવા વિશ્વાસ કે શ્રદ્ધાનમાં પણ અવાય અને અવધારણ છે. પરંતુ આ અવાય મતિજ્ઞાનના અવાયથી ભિન્ન સ્વભાવવાળો છે. મતિજ્ઞાનનો અવાય તર્ક અને બૌદ્ધિક પૃથક્કરણ પ્રેરિત છે જ્યારે અધિગમજ શ્રદ્ધાનરૂપ (વિશ્વાસરૂપ) અવાય તર્ક અને પૃથક્કરણ પ્રેરિત નથી પરંતુ આંતરિક ભાવ પ્રેરિત છે. મતિજ્ઞાનનો અવાય cognition(જ્ઞાન)ના ક્ષેત્રનો છે જ્યારે શ્રદ્ધાનરૂપ અવાય feeling (ભાવ)ના ક્ષેત્રનો છે. હકીકતમાં, દર્શન, જ્ઞાન અને ચારિત્રની, ત્રિપુટી ભાવ (feeling), જ્ઞાન (thinking) અને પ્રવૃત્તિ (willing)ની ત્રિપુટી છે. તો પછી દર્શન અને જ્ઞાનને એક કેમ ગણાય ? ન જ ગણાય. એકી વખતે એક શ્વાસે દર્શનને રુચિરૂપ પણ કહેવું અને જ્ઞાનરૂપ પણ કહેવું યોગ્ય નથી. જો તે રુચિરૂપ હોય તો જ્ઞાનરૂપ ન હોય અને જ્ઞાનરૂપ હોય તો રુચિરૂપ ન હોય. રુચિ-અરુચિ (likes - dislikes) એ શાન(cognition, knowledge) નથી. એ બન્નેના સ્વભાવ તદન ભિન્ન છે.
બીજી દલીલ ભેદવાદીની એ દલીલનો પ્રતિષેધ કરે છે કે સમ્યગ્દર્શનનું કારણ ત્રિવિધ (ક્ષય, ક્ષયોપશમ, અને ઉપશમ) છે જ્યારે જ્ઞાનનું કારણ દ્વિવિધ (ક્ષય અને ક્ષયોપશમ) છે, એટલે તેમનો કારણભેદે ભેદ છે. અભેદવાદીની બીજી દલીલ એ પુરવાર કરે છે કે સમ્યગ્દર્શનનું કારણ પણ દ્વિવિધ છે. આને માટે અભેદવાદી દર્શનની ઉત્પત્તિમાં અનંતાનુબંધી આદિના ઉપશમને નિમિત્ત ગણી જ્ઞાનાવરણના ક્ષય કે ક્ષયોપશમને જ ખરું કારણ ગણે છે. આમ, તેમના મતે જ્ઞાનાવરણ એ જ સમ્યગ્દર્શનનું આવરણ છે. પરંતુ આ તેમનો મત બરાબર