________________
૧૪૯ જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા ગણવા આપણને તાર્કિક દબાણ ન કરી શકે. હકીકતમાં તો એથી ઊલટું એ બધાં વાક્યો આ વાક્ય તરફ દુર્લક્ષ કરવા આપણને તાર્કિક દબાણ કરે. પ્રથમ સૂત્રમાં જ્ઞાનથી જુદા સમ્યગ્દર્શનને મોક્ષનું સાધન ગણવામાં આવ્યું છે. પ્રથમ સંબંધકારિકામાં સમ્યગ્દર્શનને જ્ઞાનની શુદ્ધિ કરનારું ગણવામાં આવ્યું છે. જ્ઞાન અને શ્રદ્ધાનરૂપદર્શનનાં બે જુદા આવરણો તેમણે સ્વીકાર્યા છે. વળી, (દર્શન)મોહનીય કર્મના ક્ષય પછી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય તેમણે સ્વીકાર્યો છે.66 આ.બધું સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉમાસ્વાતિ શ્રદ્ધાનરૂપ દર્શનને જ્ઞાનથી ભિન્ન ગણે છે. તેઓ ભેદપક્ષના સમર્થક છે.
તત્ત્વાર્થભાષ્યના ટીકાકાર સિદ્ધસેનગણિ સિદ્ધસેનગણિ પહેલાં ભેદપક્ષને રજૂ કરી પછી તે ભેદપક્ષની દલીલનું ખંડન કરી અભેદપક્ષને સ્થાપે છે. આ ઉપરથી ફલિત થાય છે કે તે અભેદપક્ષના સમર્થક છે.
ભેદપક્ષ - સમ્યગ્દર્શનનો જ્ઞાનથી ભેદ છે, એ પક્ષની સમર્થક દલીલો નીચે પ્રમાણે છે :
(૧) સમ્યગ્દર્શનનું કારણ ભિન્ન છે અને જ્ઞાનનું કારણ પણ ભિન્ન છે, સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ક્ષયોપશમ, ક્ષય અને ઉપશમ એ ત્રણ કારણો છે. અર્થાત્ એ ત્રણમાંથી કોઈ પણ કારણ હોઈ શકે છે, જ્યારે જ્ઞાનની ઉત્પત્તિમાં ક્ષય કે ક્ષયોપશમ કારણ હોય છે. આમ એકનું ત્રિવિધ કારણ છે, જ્યારે બીજાનું દ્વિવિધ કારણ છે.” (૨) સમ્યગ્દર્શનનો સ્વભાવ જુદ છે અને જ્ઞાનનો સ્વભાવ જુદો છે. સમ્યગ્દર્શનનો સ્વભાવ રુચિમાત્ર છે, જ્યારે જ્ઞાનનો સ્વભાવ નિચયાત્મક બોધ છે.68 (૩) સમ્યગ્દર્શનનો વિષય સર્વદ્રવ્ય અને સર્વપર્યાય છે. આના સમર્થનમાં “સલ્વયં સન્મત્ત” એ આગમવચન (આવ. નિ.) ટાંકવામાં આવ્યું છે. આથી ઊલટું શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્ય અને કેટલાક પર્યાયો છે. અહીં સમ્યગ્દર્શનના વિષય તરીકે સર્વદ્રવ્ય અને સર્વપર્યાય કહ્યા છે, તેનો અર્થ શું સમજવો? “જે કોઈ સત દ્રવ્ય કે જે કોઈ સત્ પર્યાય જ્યારે અને જ્યાં ઉપસ્થિત થાય ત્યારે અને ત્યાં તેના પ્રત્યે રુચિ થાય એ અર્થમાં સર્વદ્રવ્ય અને સર્વપર્યાયને રુચિના વિષય ગણ્યા છે એમ સમજવું જોઈએ. અહીં સર્વનો અર્થ સામાન્ય કરવાનો છે, વિશેષ કરવાનો નથી. બીજું, સમ્યગ્દર્શનનો શ્રુતજ્ઞાનથી જ ભેદ કેમ કહ્યો છે ? બીજાં જ્ઞાનોથી એનો ભેદ ગ્રહવો સરળ છે, પરંતુ સમ્યગ્દર્શન અને શ્રુતજ્ઞાન વચ્ચેનો ભેદ ગ્રહવો સરળ નથી, પરિણામે તે બન્ને એક છે એવી ભ્રાન્તિ થવી વિશેષ સંભવે છે. શ્રદ્ધાનરૂપદર્શન પછીનું અનન્તર પગથિયું શ્રવણનું છે. શ્રુતજ્ઞાનનું છે. એ કારણે પણ તે બે વચ્ચેનો ભેદ કહેવો પ્રાપ્ત થાય છે. શ્રવણપૂર્વેનું દર્શન