Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 168
________________ જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન – ૧૪૮ સાક્ષાત્કારૢ કરે છે. જ્યાં સુધી માણસ નિષ્પક્ષ, રાગદ્વેષ રાખ્યા વિના શાન્ત અને અક્ષુબ્ધ રહેવાનું કે બનવાનું નક્કી ન કરે ત્યાં સુધી તે સત્યશોધક બની શકતો ં નથી. તે ત્યારે જ સત્યશોધક બને છે જ્યારે તે વીતરાગ બનવાનો સંકલ્પ કરે છે. દૃષ્ટિની પૂર્ણતા પ્રાપ્ત કરવા તે રાગમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. ધીરે ધીરે ક્રમશઃ તે પ્રગતિ કરે છે. જેવો તે રાગનો સંપૂર્ણપણે નાશ કરી વીતરાગ બને છે તેવો જ તે દૃષ્ટિની પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આ કારણે પૂર્ણદૃષ્ટિને વીતરાગતાની સાથે એક ગણવામાં આવી છે અને વીતરાગતા સ્વતઃ સત્યના સાક્ષાત્કારને જન્મ આપે છે અને તે સાક્ષાત્કારની સાથે રહે છે. આ મત પ્રમાણે બોધરૂપ પૂર્ણદર્શન (પૂર્ણ સાક્ષાત્કાર) પૂર્ણ દૃષ્ટિની (ચિત્તના પૂર્ણ સંપ્રસાદની-શુદ્ધિની શ્રદ્ધાનની) પ્રાપ્તિ પછી થાય છે.1 શ્રદ્ધાનરૂપ દર્શન અને જ્ઞાન ઉમાસ્વાતિ ઃ સમ્યગ્દર્શન (શ્રદ્ધાન) એ જ્ઞાન જ છે એ મતને ઉમાસ્વાતિનાં કેટલાંક વચનોનું સમર્થન મળે તેમ છે. ઉમાસ્વાતિ શ્રદ્ધાનને પ્રત્યયાવધારણ તરીકે સમજાવે છે.62 પ્રત્યયાવધારણ એ નિશ્ચયરૂપ જ્ઞાન છે, જે અવાયના ફળરૂપ છે. આમ તે મતિજ્ઞાનનો અંશ છે. વળી, ઉમાસ્વાતિ સમ્યગ્દર્શનને સર્વેન્દ્રિય અનિન્દ્રિય દ્વારા થતી અવ્યભિચારિણી અર્થપ્રાપ્તિ તરીકે વર્ણવે છે.63 આ ઉપરથી નિઃશંકપણે ફલિત થાય છે કે ઉમાસ્વાતિને મતે સમ્યગ્દર્શન એ મતિજ્ઞાન જ છે. આધુનિક વિદ્વાનો પણ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. ડૉ. ટાટિયા લખે છે કે - 'Umasvati thus clearly admits samyag-Darsana as a kind of knowledge. ''64 ઉપરનું અર્થઘટન પુનર્વિચારણા માગે છે. એ વસ્તુ ધ્યાનમાં રહેવી જોઈએ કે જેમ નિશ્ચયરૂપ જ્ઞાનમાં અવધારણ હોય છે તેમ વિશ્વાસમાં પણ અવધારણ હોય છે. “આ જ સાચું છે, બીજું નહીં'' એવો આકાર વિશ્વાસનો પણ હોય છે. પરંતુ તેથી જ્ઞાન અને વિશ્વાસ એક છે એમ માનવું યોગ્ય નથી. ઉમાસ્વાતિએ શ્રદ્ધાનને અવધારણ તરીકે વર્ણવ્યું તેથી શ્રદ્ધાન એ એમને મતે જ્ઞાનથી અભિન્ન છે એવો અર્થ તારવવો યોગ્ય નથી. સર્વેન્દ્રિય-અનિન્દ્રિય દ્વારા થતી અવ્યભિચારિણી અર્થપ્રાપ્તિ તરીકે સમ્યગ્દર્શનનું વર્ણન આપણને મૂંઝવણમાં મૂકી દે છે. પરંતુ આને આધારે શ્રદ્ધાનરૂપ દર્શન અને જ્ઞાનનો અભેદ ઉમાસ્વાતિને સ્વીકાર્ય છે એવું માનતાં તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્યમાં તેમના ભેદપરક અનેક વાક્યો આવે છે તેમનું શું કરીશું ? “દર્શન’ શબ્દની વ્યુત્પત્તિ આપતાં તેમણે લખેલું એક વાક્ય આ બધાં વાક્યોને ગૌણ

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222