________________
૧૪૭ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા સિદ્ધાન્તના સત્યનો સાક્ષાત્કાર તેને થાય છે ત્યારે ચિત્ત તે સિદ્ધાન્તના સત્યની બાબતમાં જે કોઈ સંશય હોય છે તે દૂર થવાથી શુદ્ધ અને મુક્ત થાય છે, સંપ્રસન્ન બને છે, વિતર્ક અને વિચાર વિરામ પામે છે. આ શુદ્ધિ કે પ્રસન્નતા તે વિતર્કવિચારમાંથી મુક્તિ છે. આ અર્થમાં આ કક્ષાએ દર્શનને નિરાકાર વર્ણવી શકાય. આમ, પૂર્ણદષ્ટિ (પૂર્ણ શ્રદ્ધાન) નિરાકાર છે, જો કે તે પૂર્ણસત્યથી ભરપૂર છે.
જ્યાં સુધી સત્યશોધકે સત્યનો સાક્ષાત્કાર નથી કર્યો ત્યાં સુધી તેની અંદર સત્ય માટેની શોધમાં પોતાની સમક્ષ જ્યારે સત્ય આવે ત્યારે તેને સ્વીકારવાની તત્પરતા હોય છે. પરંતુ જેવો તે પોતાની શોધને અંતે ઊંડા ધ્યાનમાં સત્યનો સાક્ષાત્કાર કરે છે તેવી જ પેલી તત્પરતા ચાલી જાય છે, કારણ કે તેણે તેનું પ્રયોજન સિદ્ધ કર્યું છે. તેથી, કોઈ કહી શકે કે તત્પરતાના અર્થવાળું દર્શન (શ્રદ્ધાન) છેવટે ધ્યાનમાં થતા સત્યના સાક્ષાત્કારના અર્થવાળા બોધરૂપે દર્શનમાં એકાકાર થઈ જાય છે, અથવા તો કોઈ કહી શકે કે સંપ્રસાદના રૂપે (સત્યના સાક્ષાત્કારમાંથી જન્મેલી અને બધા સંશયોના દૂરીકરણથી આવેલી વિશદતા - clarity રૂપે) સમ્યગ્દર્શન બોધરૂપ દર્શનની સાથે રહે છે. ધ્યાનમાં પૂર્ણસત્યનું બોધરૂપ દર્શન થવાથી પૂર્ણ સંપ્રસાદ, પૂર્ણ સમ્યગ્દર્શન સિદ્ધ થાય છે. તેથી સત્યનો સાક્ષાત્કાર (પૂર્ણ સત્યનું બોધરૂપ દર્શન) પહેલાં થાય છે અને પૂર્ણ સંપ્રસાદ અર્થાત્ પૂર્ણ સમ્યગ્દષ્ટિ પછી થાય છે. આસ્વાભાવિક ક્રમ છે. દશાશ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં ક્રમથી આ પ્રમાણે કહ્યું છે - જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે જિન કેવલી લોક-અલોકને જાણે છે. પછી કહે છે કે જ્યારે દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે જિન કેવલી લોકઅલોકને દેખે છે અને ત્યાર પછી કહે છે કે ધ્યાનરૂપ વિશુદ્ધ પ્રતિમામાં મોહનીય કર્મનો ક્ષય થાય છે ત્યારે અશેષ લોક-અલોકને તે દેખે છે. 60
આ એક મત છે. બીજો પણ મત છે, જે એના સ્થાને યોગ્ય છે. આપણે આ બીજો મત જોઈએ. સત્યશોધકનું શ્રદ્ધાનરૂપ દર્શન પૂર્ણ ત્યારે બને છે કે જ્યારે તે સંપૂર્ણપણે રાગ અને દ્વેષમાંથી મુક્ત થાય છે. નિષ્પક્ષ સત્યશોધની આ રાગ અને દ્વેષ આવે છે. રાગ અને દ્વેષ જેમ જેમ પાતળા પડતા જાય છે તેમ તેમ સત્યની શોધ વધારે ને વધારે નિષ્પક્ષ બનતી જાય છે. દષ્ટિની વિશુદ્ધિને પામ્યા વિના સત્યશોધક ધ્યાનમાં સત્યનો સાક્ષાત્કાર કરી શકે નહીં.
જ્યારે તે દૃષ્ટિની પૂર્ણતા પ્રાપ્ત કરે છે ત્યારે તે ધ્યાન કે સમાધિમાં સત્યનો સાક્ષાત્કાર કરે છે. સત્યશોધક પહેલાં વીતરાગ બને છે તેવો જ તે પૂર્ણસત્યનો