________________
૧૪૫ જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા ગણવું જોઈએ નહીં, પરંતુ તેને તો તત્ત્વના પક્ષપાતની અયોગ્યતા સાથે અતત્ત્વના પક્ષપાતની યોગ્યતારૂપ ગણવું જોઈએ, અર્થાત્ તે આંતરિક અશુદ્ધિ અને વિકૃતિરૂપ છે. આવી અશુદ્ધિ અનાદિ છે અને તે મૂઢદશા તેમજ વિચારદશા બન્નેમાં હોય છે. આવી અશુદ્ધિને કારણે જ મિથ્યાઉપદેશ સાંભળવાથી અતત્ત્વમાં શ્રદ્ધાનરૂપ ઉપદેશજન્ય મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. મિથ્યાદર્શનના પાંચ ભેદો
કર્મગ્રી મિથ્યાદર્શનના પાંચ ભેદો આપે છે–આભિગ્રહિક, અનાભિગ્રહિંક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ.
આભિગ્રહિક : પરીક્ષા કર્યા વિના કોઈ મત પ્રતિ રાગ ધરાવવો અને બીજા મતો પ્રતિ દ્વેષ કરવો તે આભિગ્રહિક મિથ્યાદર્શન છે. અર્થાત કુલાચારથી કે પરંપરાથી પોતાને પ્રાપ્ત થઈ હોય એ ધારણાઓમાં પક્ષપાતનું વલણ એ આભિગ્રહિક મિથ્યાદર્શન છે.
અનાભિગ્રહિક : પરીક્ષા કર્યા વિના જ બધા મતો પ્રતિ પક્ષપાત યા રાગ ધરાવવવો તે અનાભિગ્રહિક મિથ્યાદર્શન છે. આનો અર્થ એ થયો કે તત્ત્વ અને અતત્વ બને તરફ રુચિ હોવી તે અનાભિગ્રહિક મિથ્યાદર્શન છે. આ દૃષ્ટિએ મિશ્ર સમ્યગ્દર્શન સાથે તેનું સામ્ય છે.
આભિનિવેશિકઃ પોતાના પક્ષને ખોટો જાણવા છતાં તેને અભિનિવેશપૂર્વક વળગી રહેવાની વૃત્તિ એ આભિનિવેશિક મિથ્યાદર્શન છે.
સાંશયિક : તત્ત્વમાં પક્ષપાતના બદલે સંશય થવો તે સાંશયિક મિથ્યાદર્શન છે.
અનાભોગ : મોહની પ્રગાઢતમ અવસ્થા અનાભોગ મિથ્યાદર્શન છે.
સર્વાર્થસિદ્ધિમાં મિથ્યાદર્શનના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. તે પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે.
(૧) એકાન્ત મિથ્યાદર્શન - “આ આમ જ છે”એમ ધર્મી યા ધર્મના વિષયમાં એકાન્ત અભિપ્રાય રાખવો એ એકાન્ત મિથ્યાદર્શન છે. જેમ કે બધું બ્રહ્મરૂપ જ છે, નિત્ય જ છે, અનિત્ય જ છે વગેરે.
(૨) વિપરીત મિથ્યાદર્શન - સપરિગ્રહી પણ નિર્ઝન્ય હોઈ શકે છે વગેરે વિપરીત અભિપ્રાય વિપરીત મિથ્યાદર્શન છે. • : (૩) સંશયમિથ્યાદર્શન - સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ બની શકે કે નહીં એવી દોલાયમાન ચિત્તવૃત્તિ સંશયમિથ્યાદર્શન છે.
(૪) વૈયિક મિથ્યાદર્શન - બધા દેવતાઓમાં અને બધાં શાસ્ત્રોમાં