________________
૧૨૯ જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા
44
• પુર્વ્યાજપત્તિટીવા (48) માં પસારો સદ્ધા કહ્યું છે અને યોગભાષ્ય 1.20 પણ સ્પષ્ટપણે જણાવે છે કે ‘શ્રદ્ધા ચેતસ: સમ્પ્રસાવ:' એટલે શ્રદ્ધા એટલે ચિત્તનો પ્રસાદ (પ્રસન્નતા) એ અર્થ મહત્ત્વનો છે. આપ્ટેની ડિક્ષનરી પ્રસાદના જે અનેક અર્થો આપે છે તેમાં બે આપણા માટે મહત્ત્વના છે, તે નીચે પ્રમાણે છે - (1) calmness, tranquility, composure, serenity, absence of excitement (2) clearness, limpidness, brightness, transparency, purity (as of water, mind, etc.) આ બધા અર્થોમાં બે અર્થો ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે - એક ચિત્તનો પ્રસાદ અને બીજો વિશ્વાસ, સંપ્રત્યય. તત્ત્વાર્થસૂત્ર, ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકા અનુસાર સમ્યક્ દર્શન
તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે - તત્ત્વાર્થશ્રદ્ધાન એ સમ્યગ્દર્શન. ભાષ્યમાં ઉમાસ્વાતિ “તત્ત્વાર્થશ્રદ્ધાન' સમાસને બે રીતે છૂટો પાડે છે - (૧) તત્ત્વાનામ્ અર્થાનામ્ શ્રદ્ધાનમ્ અર્થાત્ તત્ત્વરૂપ અર્થોમાં શ્રદ્ધા. (૨) તત્ત્વન અર્થાનામ્ શ્રદ્ધાનમ્ અર્થાત્ તત્ત્વથી અર્થોમાં શ્રદ્ધા. ભાષ્યકાર પોતે જ આ બીજા અર્થને સમજાવતાં લખે છે કે- તત્ત્વન ભાવતો નિરિવતમ્ અર્થાત્ ભાવથી નિશ્ચિત અર્થોમાં શ્રદ્ધા, પ્રથમ સમાસના અર્થને સમજાવતાં લખે છે કે તત્ત્વો જીવ આદિ છે, તે જ અર્થો છે, તેમનામાં શ્રદ્ધા, શ્રદ્ધા એટલે પ્રત્યયાવધારણ. વળી, ભાષ્યકાર કહે છે કે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનનું લક્ષણ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્મની અભિવ્યક્તિ છે.
સિદ્ધસેનગણિ ભાષ્યને નીચે મુજબ સમજાવે છે : અર્થો એટલે પોતપોતાને અનુરૂપ જ્ઞાનવિશેષોથી જે ગ્રાહ્ય છે તે, તત્ત્વ એટલે અવિપરીત, અવિપરીત એટલે અનેકાન્તસ્વભાવ, આ અર્થોનું વિશેષણ છે. શ્રદ્ધાન એટલે રુચિ, અભિપ્રીતિ. ભાષ્યકારે તત્ત્વાર્થશ્રદ્ધાનનો જે બીજો વિગ્રહ આપ્યો છે – તત્ત્વન ભાવતો નિશ્ર્વિતમ્ - તેની વ્યાખ્યા સિદ્ધસેન બે રીતે કરે છે - (૧) ભાવેનેતિ જોપયુક્તસ્ય નિષ્રયનયમાર્ નમ્યતે રૂતિ વયંતિ અર્થાત્ નિશ્ચયનયથી લભ્ય અર્થ, તેમાં શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન. (२) भावेनेति स्वप्रतिपत्त्या, नो मातापित्रादिदाक्षिण्यानुरोधात् न वा धनादिलाभापेक्षाकृतकमात्रश्रद्धानं निश्चितपरिज्ञानं ( धनादिलाभापेक्षाकृतं निश्चितं પરિજ્ઞાતં ?) અર્થાત્ પોતાની જ પ્રતિપત્તિથી ગૃહીત અર્થમાં શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન, નહીં કે માતાપિતા વગેરે પ્રત્યેના આદરના કારણે કે ધનાદિ લાભની લાલચે ગૃહીત અર્થમાં શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન. શ્રદ્ધાન એટલે પ્રત્યયાવધારણ, અવધારણનો અર્થ રુચિ કર્યો છે. આ ‘પ્રત્યયાવધારણ’’ સમાસને તેમણે ચાર રીતે છૂટો પાડયો છે - (F) પ્રત્યયેન અવધારળમ્ (१) प्रत्ययेन आलोचनाज्ञानेन अवधारणम्