________________
૧૩૧ , જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા વર્તતો જીવ વધારે શુભ અધ્યવસાયની ભૂમિકાએ ચઢે છે, ત્યાંથી પણ વિશુદ્ધતમ ભૂમિકાએ ચઢે છે. આમ જીવ તે તે શુભ અધ્યવસાયોએ ઉપર ઉપર ચઢતો યથાપ્રવૃત્તિકરણ વડે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો હ્રાસ કરી કર્મોની સ્થિતિને પલ્યોપમાસંખ્યાતભાગન્યૂન કોટાકોટી સાગરોપમ પ્રમાણ કરી દે છે, ત્યારે તે ભૂમિકાએ રાગદ્વેષની દુર્ભેદ ગાંઠને તે ભવ્યસત્ત્વ જીવ અપૂર્વકરણને બળે ભેદી અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરી તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પામે છે. આમ ઉપદૃષ્ટા વિના જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તેને નૈસર્ગિકસમ્યગ્દર્શન કહે છે. પરંતુ જો પરોપદેશને કારણે ઉત્પન્ન થાય છે તે, જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન, અધિગમસમ્યગ્દર્શન છે.
તત્ત્વાર્થભાષ્ય કેવળ અપૂર્વકરણનો ઉલ્લેખ કરે છે, જયારે સિદ્ધસેનગણિએ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ ત્રણેયનો ઉલ્લેખ કરી નિસર્ગસમ્યગ્દર્શનની ઉત્પત્તિની સમગ્ર પ્રક્રિયા સંક્ષેપમાં જણાવી છે. આને જરા વિસ્તારથી સમજીએ. આત્માના શુદ્ધિરૂપ પરિણામવિશેષને કરણ કહેવામાં આવે , છે” (લોકપ્રકાશ ૩.૫૯૯). જીવ અનાદિકાળથી સંસારમાં ભટકે છે અને જાતજાતની યોનિઓમાં જન્મી કર્મોનાં ફળ ભોગવે છે. જેવી રીતે નદીમાં પડેલા પર્વતના અણીદાર ખરબચડા પથરા નદી પ્રવાહમાં અથડાતાકૂટાતા ગોળ અને સરળ બની જાય છે, તેમ સંસારપ્રવાહમાં અથડાતોકૂટાતો જીવ કોઈ વખતે સરળ અને શુદ્ધ પરિણામી બની જાય છે. પરિણામે એટલો શુદ્ધ થઈ જાય છે કે એના બળે જીવ આયુકર્મને છોડી બાકીનાં સાત કર્મોની સ્થિતિને પલ્યોપમાસંખ્યાત ભાગ ન્યૂન કોટાકોટી સાગરોપમ પ્રમાણ કરી દે છે. આ પરિણામનું નામ યથાપ્રવૃત્તિકરણ છે. યથાપ્રવૃત્તિકરણથી જીવ રાગદ્વેષની દુર્ભેદ ગાંઠની સમીપ આવે છે, પરંતુ ગાંઠને ભેદી શકતો નથી, આને ગ્રન્થિદેશની પ્રાપ્તિ કહે છે. જીવ અનંત વાર યથાપ્રવૃત્તિકરણ પામ્યો છે અર્થાત્ ગ્રન્થિ સમીપ આવી ગયો છે. કોઈ વખતે તે યથાપ્રવૃત્તિકરણથી પણ વધારે શુદ્ધ પરિણામને પામે છે જેને પરિણામે તે પ્રન્થિને છિન્નભિન્ન કરી દે છે. જે પરિણામથી (શુદ્ધિથી) તે ગ્રંથિનો ભેદ કરી દે છે, તે પરિણામને અપૂર્વકરણ કહેવામાં આવે છે. “અપૂર્વકરણ” નામ આપવાનો આશય એ છે કે આ પ્રકારનો પરિણામ અપૂર્વ છે, પહેલાં કોઈ વાર થયો ન હતો. અપૂર્વકરણપરિણામથી જ્યારે રાગદ્વેષની ગ્રંથિ તૂટી જાય છે ત્યારે તો વળી અધિક શુદ્ધ પરિણામ થાય છે. આ અધિક શુદ્ધ પરિણામને અનિવૃત્તિકરણે કહે છે. એને અનિવૃત્તિકરણ કહેવાનો આશય એ છે કે આ પરિણામને બળે જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી જ લે છે, સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યા વિના તે નિવૃત્ત