________________
૧૪૧જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
આ દસમાં પ્રથમ પ્રકાર નિસર્ગરુચિ દર્શન એ નૈસર્ગિક સમ્યગ્દર્શન છે અને બાકીના બધા પ્રકારોનો સમાવેશ અધિગમજ સમ્યગ્દર્શનમાં થઈ જાય છે. સમ્યગ્દર્શનનો દ્વિવિધ વિભાગ
સમ્યગ્દર્શનનાદ્રવ્યસમ્યગ્દર્શન અને ભાવસમ્યગદર્શન એવા બે ભેદ પાડવામાં આવ્યા છે : (૧) દ્રવ્યસમ્યક્ત્વ - વિશુદ્ધરૂપમાં પરિણત થયેલા દર્શનમોહનીય કર્મના પરમાણુ દ્રવ્યસમ્યકત્વ છે. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધાર ટીકામાં કહ્યું છે.' (૨) ભાવસમ્યક્ત્વ -તે ટીકા અનુસાર ઉપર્યુક્ત વિશુદ્ધ પુદ્ગલવર્ગણાના નિમિત્તથી " થનારી તત્ત્વશ્રદ્ધા ભાવસમ્યક્ત્વ છે.
વિનયવિજયજીના લોકપ્રકાશ અનુસાર અમુક વાત જિનેશ્વરે કહી છે માટે. સત્ય છે એમ માને પણ પરમાર્થ જાણે નહીં એવા માણસોનું સમ્યગ્દર્શનદ્રવ્યસમ્યગ્દર્શન છે, જ્યારે પરમાર્થને જાણનાર માણસનું સમ્યગ્દર્શન ભાવસમ્યગ્દર્શન છે. વળી, તેઓ જણાવે છે કે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન પૌદ્ગલિક હોવાથી દ્રવ્યસમ્યક્ત્વ કહેવાય છે, જયારે ક્ષાયિક અને ઔપથમિક સભ્યત્વ આત્મપરિણામરૂપ હોવાથી ભાવસમ્યગ્દર્શન કહેવાય છે.” સમ્યગ્દર્શનનો અન્ય રીતે દ્વિવિધ વિભાગ
બીજી રીતે સમ્યગ્દર્શનના બે ભેદ કરવામાં આવ્યા છે - વ્યાવહારિક સમ્યગ્દર્શન અને નૈશ્ચયિક સમ્યગ્દર્શન.
વ્યાવહારિક સમ્યગ્દર્શન - શંકા આદિ આઠ દોષ રહિત, જીવાદિ તત્વાર્થોનું શ્રદ્ધાન એ વ્યવહાર સમ્યક્ત્વ છે. તેને સરાગ સમ્યકત્વ પણ કહેવામાં આવે છે.
નૈશ્ચયિક સમ્યગ્દર્શન - વ્યાવહારિક સમ્યકત્વથી પરંપરાએ સાધ્ય એવું, શુદ્ધોપયોગલક્ષણ નિશ્ચયરત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પરમ આહલાદનો આસ્વાદ ઉપાદેય છે અને ઈન્દ્રિયસુખાદિ દેય છે એવી રુચિરૂપ સમ્યકત્વ નૈચયિક સમ્યકત્વ છે. આને વીતરાગ સમ્યક્ત્વના નામે પણ ઓળખવામાં આવે છે.
ઉપરની સમજૂતી દ્રવ્યસંગ્રહ અનુસાર છે. પંડિત સુખલાલજી આ બે ભેદને નીચે પ્રમાણે સમજાવે છે : '
નૈશ્ચયિક સમ્યગ્દર્શન-આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારનો આત્માનો પરિણામ તે નિશ્ચય સમ્યક્ત્વ છે. તે શેયમાત્રને તાત્વિકરૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે. વ્યાવહારિક સમ્યગ્દર્શન - ઉપર્યુક્ત રુચિબળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વનિષ્ઠા એ વ્યવહાર સમ્યકત્વ છે.16