________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શના ૧૪૦. સમ્યગ્દર્શનનો અન્ય ત્રિવિધ વિભાગ
સમ્યગ્દર્શનના બીજી રીતે પણ ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે. તે ત્રણ ભેદ છે - કારક સમ્યક્ત્વ, રોચક સભ્યત્ત્વ અને દીપક સમત્વ. (૧) કારક સમ્યકત્વ - જે સમ્યગ્દર્શન તેના ધારકના ચારિત્રમાં ઊતરે છે તે સમ્યગ્દર્શન કારક સમ્યક્ત્વ છે. (૨) રોચક સમ્યકત્વ - જે સમ્યગ્દર્શન કેવળ રુચિ કે શ્રદ્ધાનરૂપ જ રહે છે પરંતુ તેના ધારકના ચારિત્રમાં ઊતરતું નથી તે સમ્યગ્દર્શન રોચક સમ્યગ્દર્શન છે. (૩) દીપક સમ્યક્ત્વ - પોતે તત્ત્વશ્રદ્ધાન રહિત હોવા છતાં જે ધર્મકથા વગેરે કરી બીજામાં તત્ત્વાર્થશ્રદ્ધાન પ્રગટાવે છે એટલે જે તત્ત્વશ્રદ્ધાનરૂપ, ફળનું કારણ છે તેને પણ દીપક સમ્યગ્દર્શન છે એમ મનાયું છે. આ ઉપચાર છે.39 * સમ્યગ્દર્શનનો દશવિધ વિભાગ
ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યગ્દર્શનના દસ ભેદ ગણાવ્યા છે. ત્યાં દર્શનને માટે રુચિ શબ્દનો પ્રયોગ કરેલો છે. તે ભેદો નીચે પ્રમાણે છે : (૧) નિસર્ગચિ - જે રુચિ (શ્રદ્ધાન) વ્યક્તિમાં સ્વતઃ જ ઉત્પન્ન થાય તે નિસર્ગરુચિ સમ્યગદર્શન છે. (૨) ઉપદેશરુચિ - અન્ય છદ્મસ્થ કે જિનેશ્વર દ્વારા ઉપદેશેલા પદાર્થોમાં શ્રદ્ધા થાય તે ઉપદેશરુચિ સમ્યગ્દર્શન. (૩) આજ્ઞારુચિ - હેતુને જાણ્યા વિના, કેવળ આજ્ઞા જ પ્રમાણ છે એમ સમજી જિનપ્રવચન ઉપર રુચિ રાખવી તે આજ્ઞારુચિ સમ્યગ્દર્શન છે. (૪) સૂત્રરુચિ- અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ગ્રંથોના અધ્યયન દ્વારા જે તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે સૂત્રરુચિ સમ્યક્દર્શન. (૫) બીજરુચિ – જીવાદિ તત્ત્વોના એક પદમાં રુચિ થતાં તે રુચિનું બીજા અનેક પદોમાં પાણીમાં તેલના બિંદુની જેમ પ્રસરવું તે બીજરૂચિ સમ્યગ્દર્શન છે. (૬) અભિગમરુચિ - અંગ સાહિત્ય તથા અન્યગ્રંથોનું અર્થ અને વ્યાખ્યા સહિત અધ્યયન કરવાથી જે તત્ત્વશ્રદ્ધાન ઉત્પન્ન થાય છે તે અભિગમરુચિ સમ્યગ્દર્શન છે. (૭) વિસ્તારરુચિ - વસ્તુતત્ત્વ . ( છ દ્રવ્યો)ને વિભિન્ન નયોથી અને પ્રમાણોથી જાણ્યા પછી તે વસ્તુતત્ત્વમાં શ્રદ્ધા થાય તે વિસ્તારચિ સમ્યગ્દર્શન. (૮) ક્રિયારૂચિ - આચારગ્રંથોમાં પ્રતિપાદિત સાધકને ઉપયોગી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સમિતિ અને ગુપ્તિરૂપ ક્રિયાઓમાં શ્રદ્ધાન તે ક્રિયારૂચિ સમ્યગ્દર્શન. (૯) સંક્ષેપરુચિ – જેણે કોઈપણ કુદષ્ટિ અર્થાતુ કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, જિનપ્રવચનમાં પણ જે પ્રવીણ નથી અને અન્ય દર્શનોનું જેને જ્ઞાન નથી એનું, જિનપ્રણીત તત્ત્વોમાં શ્રદ્ધાન તે સંપચિ સમ્યગ્દર્શન છે. (૧૦) ધર્મરુચિ - જિનેશ્વરપ્રણીત ધર્માદિ અસ્તિકાયો, શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા એ ધર્મચિ સમ્યગ્દર્શન છે. 10