________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શના ૧૪૨
પ્રવચનસારોદ્ધાર(ટીકા) 141/142 આ ભેદને નીચે પ્રમાણે સમજાવે છે.
નૈશ્ચયિક સમ્યગ્દર્શન - રાગ, દ્વેષ અને મોહનું અત્યલ્પ થવું, પરપદાર્થોથી પોતાના ભેદનું જ્ઞાન તેમજ સ્વસ્વરૂપમાં રમણ, દેહમાં રહેલા દેહાધ્યાસનું છૂટવું, તે નિશ્ચય સમ્યકત્વનાં લક્ષણ છે. મારું શુદ્ધ સ્વરૂપ અનન્તજ્ઞાન, અનન્ત દર્શન અને અનન્ત આનંદમય છે. પરભાવ યા આસક્તિ જ બંધનનું કારણ છે અને સ્વસ્વભાવમાં રમણ કરવું એ મોક્ષનો હેતુ છે. હું સ્વયં જ પોતાનો આદર્શ છું. દેવ, ધર્મ, ગુરુ અને ધર્મ મારો આત્મા જ છે, એવી દઢ શ્રદ્ધા હોવી એ જ નિશ્ચય સમ્યક્ત્વ છે.
વ્યાવહારિક સમ્યગ્દર્શન - વીતરાગમાં દેવબુદ્ધિ, પાંચ મહાવ્રતોનું પાલન કરનાર મુનિઓમાં ગુરુબુદ્ધિ અને જિનપ્રણીત ધર્મમાં સિદ્ધાન્તબુદ્ધિ રાખવી એ વ્યવહાર સમ્યકત્વ છે. સમ્યગ્દર્શનનું વિરોધી મિથ્યાદર્શન
સર્વાર્થસિદ્ધિકાર સ્પષ્ટપણે જણાવે છે કે તત્ત્વાર્થશ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે, આનાથી ઊલટું મિથ્યાદર્શન છે. મિથ્યાદર્શન આત્માનો તે પરિણામ છે જે મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી થાય છે અને જેના ઉદયથી કદાગ્રહ, દૃષ્ટિબદ્ધતા, અતત્ત્વપક્ષપાત ઉત્પન્ન થાય છે. જેમ રોગીને પથ્યવસ્તુ સારી લાગતી નથી અને કુપથ્ય વસ્તુ સારી લાગે છે તેમ જ્યારે મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે જીવને જૈન ધર્મ પ્રત્યે અર્થાત તત્ત્વ પ્રત્યે દ્વેષ થાય છે તથા તેનાથી વિરુદ્ધ ધર્મ પ્રત્યે અર્થાત અતત્ત્વ પ્રત્યે રાગ થાય છે, તે મિથ્યાદર્શન છે. જિનોક્ત વસ્તુતત્ત્વથી વિપરીત દૃષ્ટિ અર્થાત શ્રદ્ધાન તે મિથ્યાદર્શન.9 દ્રવ્યસંગ્રહકાર કહે છે કે અંતરંગ વીતરાગ નિજાત્મતત્વની અનુભૂતિ અને રુચિમાં જે વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરે છે અને બાહ્ય પર આત્મતત્ત્વ આદિ સમસ્ત દ્રવ્યોમાં જે વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરે તે મિથ્યાદર્શન છે. આ પ્રમાણે મિથ્યાદર્શનની વ્યાખ્યાઓ સિદ્ધાન્તગ્રંથોમાં અને કર્મગ્રંથોમાં મળે છે.
- ઉપરની વ્યાખ્યાઓમાંથી એવું ફલિત થાય છે કે મિથ્યાદર્શન પણ બે પ્રકારનું જણાય છે - (૧). કેવળ આંતરિક અશુદ્ધિરૂપ કે જે અશુદ્ધિ જીવને તત્ત્વ તરફ અભિમુખ થતાં રોકી અતત્ત્વ તરફ અભિમુખ થવા પ્રેરે છે. (૨) આવી આંતરિક અશુદ્ધિ ધરાવનારો જીવ જ્યારે અતત્ત્વનો ઉપદેશ સાંભળે છે ત્યારે તેને ઉપદિષ્ટ અતત્ત્વમાં વિશ્વાસ જાગે છે, આવો અતત્ત્વમાં વિશ્વાસ જે ઉપદેશજન્ય છે તે પણ મિથ્યાદર્શન છે. - મિથ્યાત્વ અર્થાત્ મિથ્યાદર્શનને કેટલીક વાર ખોટી રીતે મિથ્યાજ્ઞાન અથવા