________________
૧૩૯ . જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ઔપથમિક સમ્યગ્દર્શન
અતિ તીવ્ર માત્રાવાળા (અનન્તાનુબંધી) રાગદ્વેષના ઉપશમથી અને દર્શનમોહનીય કર્મના ઉપશમથી પ્રગટ થનાર શ્રદ્ધાનરૂપ આત્મપરિણામ ઔપથમિક સમ્યકત્વ છે.
યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, ગ્રન્થિભેદ અને અનિવૃત્તિકરણની અગાઉ જણાવેલ પ્રક્રિયાથી જે સમ્યગ્યદર્શન પ્રાપ્ત થાય છે તે ઔપશમિક છે. આ
પથમિક સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જો જીવ વિશુદ્ધ પરિણામી જ રહે તો તેના સમ્યગ્દર્શનનો ઘાત થતો નથી અને પથમિકસમ્યક્ત્વમાંથી તે ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે. જો જીવનો પરિણામ ન તો બિલકુલ શુદ્ધ રહે અને ન તો બિલકુલ અશુદ્ધ પરંતુ મિશ્ર રહે તો તે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનનું મિશ્રણ પામે છે. પરિણામે તેને ન તો તત્ત્વ ઉપર શ્રદ્ધાન હોય છે કે ન તો તત્ત્વ ઉપર અશ્રદ્ધાન અને જો જીવનો પરિણામ અશુદ્ધ જ થઈ જાય તો તે ફરી તત્ત્વના અશ્રદ્ધાનરૂપ મિથ્યાદર્શન પામે છે. •
આ સંદર્ભમાં આ સાથે સમ્યગ્દર્શનના બીજા બે ભેદો જોડવામાં આવે છે અને તેમને સમજાવવામાં આવે છે. આ બે ભેદો છે - વેદક સમ્યગ્દર્શન અને સાસ્વાદન સમ્યગ્દર્શન.
જ્યારે જીવ લાયોપથમિક સભ્યત્વની ભૂમિકાએથી ક્ષાયિક સમ્યકત્વની પ્રશસ્ત ભૂમિકા તરફ આગળ વધે છે અને આ વિકાસક્રમમાં જ્યારે તે દર્શનમોહનીય કર્મનાં, સમ્યકત્વનો ઘાત ન કરતાં, વિશુદ્ધ પુદ્ગલોના અંતિમ ભાગના રસનો અનુભવ કરે છે ત્યારે સમ્યક્ત્વની જે અવસ્થા હોય છે તેને વેદક સમ્યકત્વ કહે છે. વેદક સમ્યકત્વ પછી તરત જીવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી લે છે.?
જે જીવ ઔપશમિક સમ્યકત્વ પામ્યો છે તે જીવ જ્યારે અતિ તીવ્ર (અનન્તાનુબન્ધી) રાગદ્વેષના ઉદયથી સમ્યક્દર્શનને છોડી મિથ્યાદર્શન તરફ ઝુકી જાય છે ત્યારે જ્યાં સુધી તે મિથ્યાદર્શનને પામતો નથી ત્યાં સુધી સાસ્વાદન સમ્યક્દર્શનવાળો કહેવાય છે. આ સમયે જો કે જીવનો ઝોક મિથ્યાદર્શન તરફ હોય છે તેમ છતાં જે રીતે ખીર ખાઈને તેનું વમન કરનાર મનુષ્યને ખીરનો સ્વાદ અનુભવાય છે તે રીતે સમ્યફદર્શનમાંથી ચુત થઈને મિથ્યાદર્શન તરફ ઝુકેલા એ જીવને પણ કેટલાક કાળ સુધી સમ્યફદર્શનના આસ્વાદનો અનુભવ થાય છે. એટલે આ અવસ્થાવાળા સમ્યગ્દર્શનને સાસ્વાદન સમ્યક્દર્શન કહે છે.28