________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન ૧૩૬ એવો બીજો અર્થ પણ સંભવે છે. તે નીચે પ્રમાણે છે: આસ્તિક્ય એ ચિત્તનું વિધેયાત્મક (positive) વલણ છે. કોઈની વાતનો કે મતનો તુરત ઈન્કાર કરી દેવો નહીં, પરંતુ તેને પણ પરીક્ષ્ય ગણી સાધ્યકોટિમાં સ્વીકારી તેની પરીક્ષા કરવી. તે મત તરફ પણ આદર ધરાવવો, તે મતમાં રહેલ સત્યને શોધી સ્વીકારવાનું
વલણ હોવું તે આસ્તિકય છે. સમ્યગ્દર્શનના અતિચાર
- જે જાતનાં અલનોથી કોઈપણ સ્વીકારેલો ગુણ મલિન થાય અને હ્રાસ પામે, તેવાં સ્મલનો અતિચાર કહેવાય છે. જે સ્કૂલનોથી સમ્યગ્દર્શન મલિન બને છે તે અલનો પાંચ છે- શંકા, કાંક્ષા, વિચિત્સિા , અન્યદૃષ્ટિની પ્રશંસા અને અન્યદૃષ્ટિસંસ્તવ. તેમની સમજૂતી નીચે પ્રમાણે છેઃ (૧) શંકા પોતે તત્ત્વ તરીકે સ્વીકારેલ બાબતોમાં શંકા કરવી તે. (૨) કાંક્ષા -ઐહિક અને પારલૌકિક વિષયોની અભિલાષા કરવી તે કાંક્ષા.27
આવી અભિલાષા કે આસક્તિ સત્યની સાધનાને વિકૃત કરે છે એ અગાઉ “નિર્વેદ” ગુણની સમજૂતીમાં જોઈ ગયા. આમ કક્ષા એ નિર્વેદની વિરોધી છે. કાંક્ષાનો બોજો અર્થ પણ થાય છે. બીજાએ માનેલા તત્ત્વાર્થો કે સત્યો કયાં છે તે જાણવાની ઈચ્છા. આ અર્થ અહીં વધારે પ્રસ્તુત જણાય
(૩) વિચિકિત્સા -પંડિત સુખલાલજી આ અતિચારને સમજાવતાં નીચે પ્રમાણે
લખે છે – “જ્યાં મતભેદ કે વિચારભેદનો પ્રસંગ હોય ત્યાં પોતે કંઈપણ નિર્ણય કર્યા સિવાય માત્ર મતિમન્દતાથી એમ વિચારે કે, “એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક'; એવી બુદ્ધિની અસ્થિરતાતે વિચિકિત્સા. આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્ત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે, તેથી તે અતિચાર છે.”25 વિચિકિત્સાનો બીજો અર્થ પણ સંભવે છે. નિર્ણય ઉપર આવવાને માટે પરીક્ષા કરવી, તર્ક કરવા તે વિચિકિત્સા છે. પોતે સ્વીકારેલ તત્ત્વાર્થને પરીક્ષ્ય કોટિમાં
નાખી તેની પરીક્ષા કરવી એ વિચિકિત્સાનો અહીં અર્થ છે. (૪) અન્યદૃષ્ટિપ્રશંસા - જેઓ પોતાનાથી જુદો મત કે સિદ્ધાંત ધરાવતા હોય