________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન = ૧૪ નથી, પૂર્વગ્રહ નથી તે ચિત્ત પ્રસન્ન છે. ચિત્તની આ પ્રસન્નતાને શ્રદ્ધા કહેવામાં આવે છે. આનો અર્થ એ કે શ્રદ્ધા એ ચિત્તની એવી શુદ્ધિ છે જે સત્યગ્રહણ માટે યા તત્ત્વાર્થગ્રહણ માટે આવશ્યક છે. જે ચિત્તમાં રાગદ્વેષ, અભિનિવેશ, કદાગ્રહ અને પૂર્વગ્રહ ભરેલાં હોય તે ચિત્ત સત્યગ્રહણ યા તત્ત્વાર્થગ્રહણ કરી શકતું નથી. અશુદ્ધ ચિત્ત સત્યને ઝીલી શકતું નથી. આ ચિત્તશુદ્ધિ જે શ્રદ્ધા છે તે સ્વાભાવિક બે અર્થમાં છે. એક તો તે ચિત્તનો સ્વભાવ જ છે, જ્યારે મળો આગંતુક છે. બીજું, આ ચિત્તશુદ્ધિનું કોઈ બાહ્ય નિમિત્ત દર્શાવવું શક્ય નથી. અનાદિ સંસાર-પ્રવાહમાં અથડાતાકૂટાતા કોઈ અપૂર્વ ક્ષણે આ શુદ્ધિ પ્રગટ થાય છે. જેનામાં સત્યને કે તત્ત્વાર્થને ગ્રહણ કરવા માટેની ચિત્તશુદ્ધિ, યોગ્યતા, પ્રસન્નતા છે, તે વ્યક્તિને આમવચન યા સદ્ગુરુનો ઉપદેશ સાંભળી તેમાં રજૂ થયેલ સત્ય કે તત્ત્વાર્થમાં તરત વિશ્વાસ જાગે છે - “આ જ સત્ય છે કે તત્ત્વાર્થ છે' એવો વિશ્વાસ. શ્રુત તત્ત્વાર્થ કે સત્યમાં વિશ્વાસ એ અધિગમજ શ્રદ્ધા છે. આ રીતે જ નૈસર્ગિક અને અધિગમજ શ્રદ્ધાને સમજવી જોઈએ. જૈન પરંપરામાં સ્થિર થયેલી નૈસર્ગિક અને અધિગમજ શ્રદ્ધાની માન્યતામાં ગૂંચવાડો જણાય છે. તે બેને બે ક્રમિક ભૂમિકાઓ જ માનવી જોઈએ અને બંને શ્રદ્ધામાં સ્વભાવગત કંઈક ભેદ માનવો જોઈએ. એને બદલે જૈનો તો બંને શ્રદ્ધાનો સ્વરૂપથી તદન અભેદ જ માને છે અને કેવળ ઉત્પાદક નિમિત્તને આધારે જ તેમનો ભેદ માને છે અને જણાવે છે કે કેટલાકને બાહ્ય નિમિત્ત - પરોપદેશ - વિના જ આ શ્રદ્ધા થાય છે જ્યારે કેટલાકને બાહ્ય નિમિત્ત - પરોપદેશથી થાય છે. આ જૈન માન્યતા બરાબર લાગતી નથી. ઉપનિષદમાંથી પ્રાપ્ત સૂચન તેમ જ સંબંધકારિકા૧ ઉપરની દેવગુપ્તની ટીકામાંથી પ્રાપ્ત સૂચન તેમ જ કોશમાંથી પ્રાપ્ત શ્રદ્ધાના બે અર્થો ચિત્તપ્રસાદ અને વિશ્વાસને આધારે નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધાનો આપણે ઉપર જણાવેલો અર્થ વધુ બુદ્ધિગમ્ય અને યોગ્ય છે અને તે અર્થને સંગત રહી વિચારતાં તે બે શ્રદ્ધા બે ક્રમિક ભૂમિકાઓ છે એ જ નિશ્ચય - ઉપર અવાય છે.
એક વસ્તુ અહીં ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ચિત્તશુદ્ધિ, યોગ્યતા કે પ્રસન્નતા પ્રથમ ભૂમિકાએ છે તે દ્વિતીય ભૂમિકામાં પણ અવશ્ય હોય છે જ. પરંતુ દ્વિતીય ભૂમિકામાં કંઈક વિશેષ છે અને તે છે શ્રુત તત્ત્વોમાં, સત્યોમાં વિશ્વાસ. એટલે પ્રશમ આદિ પ્રથમ ભૂમિકાએ પણ છે અને દ્વિતીય ભૂમિકાએ પણ છે. ખરેખર તો ચિત્તશુદ્ધિ, પ્રસન્નતા, સત્યગ્રહણ માટેની યોગ્યતાનો જ વિસ્તાર પ્રશમ આદિ છે. એટલે જ કદાચ ધવલામાં કહ્યું છે કે “પ્રશમાદિની