________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન
૧૩૦
અથાત્ શ્રુત વગેરેનું આલોચન કરી આ તત્ત્વ આવું જ છે એમ અવધારવું (૨) પ્રત્યયેન બારબેન નિમિત્તેન અવધારણમ્ આવક કર્મોના ક્ષય કે ક્ષયોપશમરૂપ નિમિત્તકારણને લીધે ‘‘આ જ તત્ત્વ છે’’ એવું અવધારણ. (૩) પ્રત્યયન ઉત્પત્તિવારણેન અવધારળમ્ ઉત્પત્તિકારણ સ્વભાવ કે અધિગમ છે, તેને લીધે આવું તત્ત્વ છે’ એમ અવધારણ. (વી) તસ્માત્ ના ક્ષયાતિષ્ઠાત્ પ્રત્યયાત્ અવધારળમ્ અર્થાત્ તે ક્ષય આદિ પ્રત્યયથી – કારણથી અવધારણ. (સૌ) સતિ વા તસ્મિન્ ક્ષવાિ પ્રત્યયે અવધારયતિ. અર્થાત્ ક્ષય આદિ કારણ હોતાં અવધારણ. (ડી) પ્રત્યયસ્ય વિજ્ઞાનસ્થ અવધારણમ્. અર્થાત્ અન્ય મતમાં પરિકલ્પિત તત્ત્વોથી વિજ્ઞાનને અળગું કરી જૈનમાન્ય તત્ત્વમાં જ સ્થિર કરવું તે : “આ જ તત્ત્વ છે બાકી બધું અપરમાર્થ છે’' એમ. તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન જેને ઉત્પન્ન થયું હોય છે તેનામાં તે સંમ્યગ્દર્શનનાં ચિહ્નો પ્રશમાદિ હોય છે. અહીં લક્ષણનો અર્થ તેમણે ચિહ્ન કર્યો છે.
‘‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શનમ્'' એ સૂત્ર પછી તરત જ આવતું સૂત્ર છે - તનિસદ્િ ધિશમાર્ વા. તેનો અર્થ છે - તે (સમ્યગ્દર્શન) નિસર્ગથી અથવા અધિગમથી ઉત્પન્ન થાય છે. ભાષ્ય સૂત્રને નીચે પ્રમાણે સમજાવે છે : સમ્યગ્દર્શન દ્વિવિધ છે – નિસર્ગસમ્યગ્દર્શન અને અધિગમસમ્યગ્દર્શન. નિસર્ગથી કે અધિગમથી ઉત્પન્ન થાય છે એટલે દ્વિહેતુક તે દ્વિવિધ બને છે. નિસર્ગના પર્યાયશબ્દો છે પરિણામ, સ્વભાવ, પરોપદેશાભાવ. જીવ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગરૂપ લક્ષણવાળો છે, તેવો જીવ સંસારમાં ભમતાં ભમતાં પોતે જ કરેલાં આઠ પ્રકારનાં કર્મોનાં બંધ-નિકાચન-ઉદય-નિર્જરાની અપેક્ષા રાખતું વિવિધ પુણ્ય-પાપ રૂપ ફળ નારક - તિર્યંચ - મનુષ્ય - દેવભવોમાં અનુભવતો, જ્ઞાનદર્શનોપયોગસ્વભાવ હોવાથી તે તે વિષયસ્વરૂપગ્રાહી જ્ઞાન-દર્શનના અનંત પરિણામો પામતો, અનાદિ મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પરિણામવિશેષને કારણે કોઈ ક્ષણે એવું અપૂર્વક૨ણ અનુભવે છે કે જેથી એને ઉપદેશ વિના જ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, આ નિસર્ગસમ્યગ્દર્શન છે. અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા, ઉપદેશ એ બધા પર્યાય શબ્દો છે. તેથી આમ પરોપદેશથી જે તત્ત્વશ્રદ્ધાન ઉત્પન્ન થાય છે તે અધિગમસમ્યગ્દર્શન
છે.
સિદ્ધસેનગણિ આ ભાષ્યને વિસ્તારથી સમજાવે છે. તેમાં જે મહત્ત્વનો અંશ છે તે અહીં રજૂ કરીએ છીએ. પરિણામ એ અધ્યવસાયરૂપ છે. તેની અનેક ભૂમિકાઓ છે જેમ કે મલીમસ, મધ્યમ અને તીવ્ર, જઘન્ય શુભ અધ્યવસાયમાં