________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન. ૧૨૮
Latin cred-do અને અવેસ્તન zrazd ઉપરથી જણાય છે કે આ સમાસરૂપ શ્રદ્ધા” શબ્દ પ્રાચીન છે. ઇન્ડો-યુરોપિયન ભાષાના વિદ્વાનોમાં આ વ્યુત્પત્તિ સામાન્યપણે સ્વીકાર્ય છે. ડો. આર. એન. દાંડેકર તેમના નિબંધ Hrd in the Veda' (સિદ્ધભારતી, સં. વિશ્વબંધુ, હોંશિયારપુર, 1950, ભાગ-૧, પૃ. 141) માં તેને સ્વીકારે છે અને લખે છે કે “A philological study of words meaning 'heart' in the cognate idg. language would show that, properly speaking, the Sanskrit equivalent of the original idg. word kered, kred should have been sựd. In its place hțd which is actually a rhyme word, has been preserved. It seems, however, that spd also has been preserved in Sanskrit in another form, viz. srad.” નિરુક્ત ઉપરની પોતાની વિવૃત્તિમાં મુકુન્દઝા બબ્બી શ્રદ્ધાને આ રીતે સમજાવે છે-તિસત્યના પૂર્વ સાંથીયતતિ શ્રદ્ધા વાજસનેયસંહિતાના ટીકાકાર મહીધર “શ્રદ્ધાનો અર્થ આસ્તિક્યબુદ્ધિ અથવા વિશ્વાસ કરે છે. સાયણ “શ્રદ્ધા” શબ્દના આટલા અર્થો આપે છે - (૧) આદરાતિશય, બહુમાન (૨) વિશ્વાસ* (૩) પુરુષગત અભિલાષવિશેષ. અમરસિંહ, મેદિની અને વૈજયન્તી પણ ઉપર જણાવેલા અર્થોથી બીજો કોઈ ખાસ અર્થ આપતાં નથી. વી.એસ. આપ્ટેની પ્રેકટીકલ સંસ્કૃત-અંગ્લીશ ડિકશનરીમાં “શ્રદ્ધા”ના નીચે જણાવ્યા મુજબના અર્થો આપેલા છે -
(i) Trust, faith, belief, confidence (ii) Belief in divine revelation, religious faith (iii) Sedateness, composure of mind (iv) Intimacy, familiarity (v) Respect, reverence (vi) Strong or vehement desire (vii) The longing of a pregnant woman.
પખંડીગમની ટીકા ધવલા દષ્ટિ, શ્રદ્ધા, રુચિ અને પ્રત્યયને પર્યાય શબ્દો ગણે છે. મહાપુરાણ શ્રદ્ધા, રુચિ, સ્પર્શ અને પ્રત્યયને પર્યાયશબ્દો ગણે છે.” પાઈઅસદમહષ્ણુઓમાં સઢા (શ્રદ્ધા)ના પાંચ અર્થો આપ્યા છે, જે આ પ્રમાણે છે - 1. સ્પૃહા, અભિલાષ, વાંછા 2. ધર્મ આદિમાં વિશ્વાસ, સંપ્રત્યય 3. આદર 4. શુદ્ધિ 5. ચિત્તની પ્રસન્નતા. શબ્દચિંતામણિકોષ (યોજક સવાઈલાલ વિ. છોટાલાલ વોરા, ભાવનગર, પ્રકાશક દોલતરામ મગનલાલ શાહ વડોદરા સને ૧૯OO) પણ “શ્રદ્ધાના આ જ પાંચ અર્થો જણાવે છે. બૌદ્ધ