________________
પ્રકરણ ચોથું
જૈનદર્શન અને સાંખ્ય-યોગમાં શ્રદ્ધાનરૂપ દર્શન
૧. જૈનદર્શન
પ્રાસ્તાવિક
64
આપણે અગાઉ પુરવાર કર્યુ છે કે બૃહદારણ્યક ઉપનિષદના (2.4.5 અને 4.5.6) ‘આત્મા ના ગરે દ્રષ્ટવ્ય: શ્રોતવ્ય: મન્તવ્યઃ નિદ્રિષ્યાતિવ્ય:'' એ પ્રસિદ્ધ વાક્યમાં નિર્દિષ્ટ ‘‘દર્શન” શબ્દનો અર્થ શ્રદ્ધા છે. જૈનોના સૌથી પ્રાચીન આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં આ ઉપનિષદવાક્યને બરાબર મળતું આવતું વાક્ય ‘‘વિદ્યું સુતં મયં વિખ્ખાયું'' (4.1.9) આવે છે. તેમાં પણ ક્રમથી દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાનનો ઉલ્લેખ છે. બીજા પ્રકરણમાં આપણે સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે આચારાંગસૂત્રના આ દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાન એ ઉપનિષદના દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન જ છે, પરિણામે જેમ ઉપનિષદના તે ‘‘દર્શન’’ શબ્દનો અર્થ શ્રદ્ધા છે તેમ આચારાંગસૂત્રના પ્રસ્તુત ‘‘દર્શન” શબ્દનો અર્થ શ્રદ્ધા જ છે. ઉત્તરકાલીન જૈન દાર્શનિક ગ્રંથોમાં તો દર્શન એટલે શ્રદ્ધા એમ સ્પષ્ટપણે જણાવ્યું છે.
બીજું, ઉપનિષદમાં બે પ્રકારની શ્રદ્ધાઓનું સૂચન મળે છે. એક છે આપણે ઉપર જોઈ તે શ્રવણ પૂર્વેની શ્રદ્ધા અને બીજી છે મનન પૂર્વેની શ્રદ્ધા. ‘‘આત્મા વા મરે...'' માં શ્રવણ પૂર્વેની શ્રદ્ધાનો ઉલ્લેખ છે, જ્યારે “નાઋધન્ મનુતે ઋથયેલ મનુતે'' (છાંદોગ્ય ઉપનિષદ 7.18) અને ‘‘ડ્યું પરયત દ્યું મન્વાનસ્ય'' (છાંદોગ્ય ઉપનિષદ 7.26) માં મનન પૂર્વેની શ્રદ્ધાનો ઉલ્લેખ છે. હવે બંને શ્રદ્ધાઓને તેમના સ્થાને રાખીએ તો ક્રમિક ભૂમિકાઓ આ પ્રમાણે થાય. શ્રદ્ધા→શ્રવણ→ શ્રદ્ધા→ મનન → · વિજ્ઞાન (નિદિધ્યાસન). આ એક અગત્યની બાબત છે અને તે જૈનોની નૈસર્ગિક શ્રદ્ધા અને આધિગમિક શ્રદ્ધાની માન્યતા ઉપર સારો પ્રકાશ ફેંકે તેમ છે એટલે તેને ધ્યાનમાં રાખીએ. યથાસ્થાને તેનો ઉપયોગ આપણે કરીશું, તેમ જ આ બે શ્રદ્ધાનો સ્વરૂપભેદ પણ તે વખતે વિચારીશું. “શ્રદ્ધા” શબ્દની વ્યુત્પત્તિ અને તેના અર્થો
શ્રદ્ધા શબ્દ ‘‘ઋત્’’ (જેનો અર્થ પ્રાયઃ હૃદય છે) +/યા (મૂકવું, પકડી રાખવું, ધારણ કરવું)માંથી બનેલ છે. તેથી શ્રદ્ધાનો અર્થ થાય - ‘હૃદયને મૂકવું તે’’ અથવા ‘‘હૃદયમાં પકડી રાખવું, ધારણ કરી રાખવું તે''. idg: kred/dhe,