________________
૯૯
* જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
ભિક્ષુ વાચસ્પતિના મતનું જુસ્સાપૂર્વક ખંડન કરે છે. ચિત્તમાં પડેલા ચેતનપ્રતિબિંબને ચિત્તવૃત્તિનું અને તે દ્વારા અર્થનું જ્ઞાન થઈ જ ન શકે. પ્રતિબિંબ તો તુચ્છ છે. તે પ્રકાશ વગેરે અર્થક્રિયા કરવા અસમર્થ છે. આથી ચિત્તવૃત્તિનું જ્ઞાન અને અર્થનું જ્ઞાન ખરેખર પુરુષને થાય છે, પુરુષનિષ્ઠ છે એમ માનવું જોઈએ. ભિક્ષુ કહે છે કે અર્થોપરક્ત ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. અને આ રીતે પુરુષને ચિત્તવૃત્તિનું જ્ઞાન થાય છે. પુરુષને ચિત્તવૃત્તિનું જ્ઞાન થતાં એ ચિત્તવૃત્તિના માધ્યમ દ્વારા અર્થનું જ્ઞાન થાય છે. અર્થનું સાક્ષાત્ પ્રતિબિંબ પુરુષમાં પડતું નથી, પરંતુ અર્થાકાર ચિત્તવૃત્તિનું જ પ્રતિબિંબ તેમાં પડે છે, અર્થાકાર ચિત્તવૃત્તિનું જ પ્રતિબિંબ ઝીલવાની યોગ્યતા પુરુષમાં છે.'
186
વૃત્તિ સહિત બુદ્ધિનું (ચિત્તનું) પ્રતિબિંબ પુરુષમાં પડે છે અને પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે. આ પરસ્પર પ્રતિબિંબ ભિક્ષુ સ્વીકારે છે. બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે એટલે બુદ્ધિગત વિવિધ વિષયાકારોનું અને સુખદુઃખાકારોનું પુરુષને ભાન થાય છે. આ ભાન જ પુરુષનો બોધ અને ભોગ છે.187 વૃત્તિવાળી બુદ્ધિના પુરુષગત આ પ્રતિબિંબને લીધે પુરુષ પોતે જ વિષયાકારે પરિણમે છે અને તે પોતે જ સુખદુઃખાકારે પરિણમે છે એવું માનવા જીવ પ્રેરાય છે. જીવનું આ અભિમાન એ જ પુરુષને બુદ્ધિનો ઉપરાગ છે, વાસ્તવિક ઉપરાગ નથી. બુદ્ધિનો કોઈ ધર્મ પુરુષમાં વાસ્તવિકપણે સંક્રાન્ત થતો નથી. પુરુષ તો કૂટસ્થનિત્ય, અપરિણામી જ રહે છે. જેમ બાહ્ય વિષયોનું ભાન યા દર્શન બુદ્ધિવૃત્તિ દ્વારા જ પુરુષને થાય છે તેમ તેને પોતાનું ભાન યા દર્શન પણ બુદ્ધિવૃત્તિ દ્વારા જ માનવું જોઈએ. તેમ ન માનીએ તો પુરુષ પોતે પોતાનો જ્ઞેય નહીં બની શકે, કારણ કે પુરુષ સાક્ષાત્ પોતે પોતાનું દર્શન કરી શકે છે એવી માન્યતામાં કર્મેકવૃવિરોધનો દોષ રહેલો છે. ગમે તેટલો કુશળ નટ હોય તોય તે પોતે પોતાના ખભા ઉપર ચઢી શકે નહીં. એટલે જેમ બાહ્યવિષયાકાર બુદ્ધિમાં માનીએ છીએ તેમ પુરુષાકાર પણ બુદ્ધિમાં માનવો જોઈએ અર્થાત્ જેમ બુદ્ધિમાં બાહ્યવિષયોનું પ્રતિબિંબ સ્વીકારવામાં આવ્યું છે તેમ તેમાં પુરુષનું પ્રતિબિંબ પણ સ્વીકારવું જોઈએ. બાહ્ય વિષય કે પુરુષ જ્યારે બુઠ્યારૂઢ થાય છે ત્યારે જ તે પુરુષના બોધનો વિષય બને છે.188 ‘દ્રષ્ટ-દેશ્યોપરક્ત ચિત્ત સર્વાર્થ છે” પતંજલિનું આ યોગસૂત્ર સ્પષ્ટપણે દર્શાવે છે કે બુદ્ધિમાં પુરુષનું અને બાહ્યવિષયનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિની બાબતમાં ‘“પ્રતિબિંબ” શબ્દથી પરિણામ સમજવાનું ભિક્ષુ કહે છે. બુદ્ધિનો વિષયાકારે અને પુરુષાકારે પરિણામ એટલે જ બુદ્ધિમાં વિષયનું અને પુરુષનું પ્રતિબિંબ. આથી ઊલટું વૃત્તિસહિતા બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પરિણામસ્વરૂપ નથી. અર્થાત્,