________________
જૈિનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા . ૧૪ મળી શકે છે. સિદ્ધિઓને પતંજલિ વિધ્વરૂપ અર્થાત ઉપસર્ગરૂપ ગણે છે?05 તે વસ્તુ આ સંદર્ભમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે.
પૂર્ણ વિવેકજ્ઞાન થતાં કલેશકર્મની નિવૃત્તિ થાય છે અને જ્ઞાન આનન્ય પ્રાપ્ત કરે છે. આમ, પૂર્ણ વિવેકજ્ઞાનથી જ્ઞાન આનન્ય પ્રાપ્ત કરે છે અને જ્ઞાન અનંત બનતાં સર્વજ્ઞત્વરૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, એટલે વિવેકખ્યાતિને સર્વજ્ઞત્વનું કારણ માનવામાં આવ્યું છે. સર્વજ્ઞત્વનું બીજું નામ તારકજ્ઞાન છે. પતંજલિ સ્પષ્ટપણે કહે છે કે તારકજ્ઞાન વિવેકજ છે.206 આ તારકજ્ઞાનનું તેઓ સિદ્ધિઓ(વિભૂતિઓ)ના પ્રકરણમાં નિરૂપણ કરે છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેઓ તેને સિદ્ધિમાત્ર ગણે છે.
આમ, અનન્તજ્ઞાન અને વિવેકજ્ઞાન સર્વજ્ઞત્વનું કારણ છે. જે ચિત્તવિવેકજ્ઞાન અને અનન્તજ્ઞાન પ્રાપ્ત કરે છે તે અતીત, અનાગત અને વર્તમાનની બધી જ વસ્તુઓને તેમની બધી જ અવસ્થાઓ સાથે યુગપદ્ જાણે છે - શરત એટલી કે તે ચિત્તે ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ (ધારણા, ધ્યાન અને સમાધિ) કરવો જોઈએ.07 અર્થાતુ જો કે વિવેકજ્ઞાન અને અનન્તજ્ઞાન ધરાવતું ચિત્ત સર્વને જાણવાની શક્તિ ધરાવતું હોવા છતાં તે શક્તિ તો જ કામ કરે છે જો ખાસ પ્રકારનો સંયમ કરવામાં આવે. બીજા શબ્દોમાં ચિત્તને સર્વજ્ઞ બનવા માટે બે વસ્તુ જરૂરી છે - (૧) વિવેકજ્ઞાન અને અનન્તજ્ઞાન – આ જ મુખ્ય કારણ છે કારણ કે તે જ ચિત્તને સર્વ જાણવા શક્તિમાન બનાવે છે. માત્ર આ અર્થમાં “ જ સર્વજ્ઞત્વને વિવેકજ જ્ઞાન તરીકે અને અનન્તજ્ઞાનને સર્વજ્ઞબીજ તરીકે વર્ણવવામાં આવ્યું છે. (૨) ખાસ પ્રકારનો સંયમ. આપણે આગળ જોયું તેમ આ સર્વજ્ઞત્વ એક પ્રકારની સિદ્ધિ છે. વિવેકજ્ઞાન અને અનન્તજ્ઞાન થાય એટલે યોગીને કેવલ્ય પહેલાં સર્વજ્ઞત્વજ્ઞાનરૂપ (તારકજ્ઞાનરૂ૫) એશ્વર્ય પ્રાપ્ત થવું જ જોઈએ
એવો કોઈ નિયમ નથી એવું ભાષ્યકાર સ્પષ્ટપણે જણાવે છે. 208 જે વિવેકજ્ઞાની ' અને અનંતજ્ઞાની લોકકલ્યાણ માટે ઉપદેષ્ટાનું કાર્ય સ્વીકારે છે તેને માટે શ્રોતાઓમાં
શ્રદ્ધા દઢ કરવા સર્વજ્ઞત્વની શક્તિનો ઉપયોગ જરૂરી બને છે. પરંતુ બીજા વિવેકીઓ અને અનન્ત જ્ઞાનીઓ માટે તે જરૂરી નથી. જ્યારે ચિત્ત સર્વ આવરણોથી રહિત બને છે ત્યારે તે આનન્ય પ્રાપ્ત કરી બધા જ વિષયોના આકારે પરિણમવાને શક્તિમાન બને છે અને જો ઈચ્છે તો બધા જ વિષયોના આકારે યુગપદ્ પરિણમે છે, અર્થાત તે સર્વને જાણે છે. તેને પરિણામે પુરુષ સર્વનું દર્શન કરે છે કારણ કે પુરુષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિઓ (જ્ઞાનો) છે. સર્વજ્ઞતા અને સર્વદર્શનમાં કાલિક ક્રમ નથી પરંતુ તાર્કિક ક્રમ છે. અર્થાત્ કાલિક ક્રમની દૃષ્ટિએ તેઓની