________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા ૮ સ્વચ્છ શાંત જ્ઞાન દ્વારા અંતઃકરણ વિશુદ્ધ બને છે. આવા વિશુદ્ધ અંતઃકરણવાળો ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કરી એકાગ્ર મનથી ધ્યાન કરતો નિષ્કલ આત્માનું દર્શન કરે છે. આમ, અહીં દર્શનનું સાક્ષાત્કારણ યોગદર્શનસમ્મત ધ્યાન જણાવાયું છે. બૃહદારણ્યક 4.4.19માં મનને દર્શનનું સાધન ગયું છે.56 શંકર આના ઉપર ટીકા કરતાં કહે છે કે આચાર્યના ઉપદેશથી જન્મેલા પરમાર્થવિષયક જ્ઞાનથી સંસ્કૃત મન દર્શનનું સાધન છે. બૃહદારણ્યક 4.4.23 અનુસાર સમાધિ આત્મદર્શનનું કારણ છે. મૈત્રી 418 અનુસાર પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, તર્ક અને સમાધિ એ છ અંગવાળો યોગ દર્શનનું કારણ છે.” મૈત્રી 4.20 કહે છે કે તાલુના મૂળે જીભનું ટેરવું દબાવી, વાણી-મન-પ્રાણનો નિઃશેષ કરી તર્ક વડે બ્રહ્મનું દર્શન કરાય છે. 60 પછી આગળ તે ઉપનિષદ કહે છે કે તર્ક પછી
જ્યારે મનનો ક્ષય થવાથી આત્મા આત્માનું દર્શન કરે છે ત્યારે આત્મા વડે આત્માનું દર્શન કરી તે નિરાત્મા બને છે. તર્કની સમજૂતી આ પ્રમાણે છે - તન ધરનારવિના નિશ્વિતરૂપેણ જ્ઞાનેન 62 તર્કને સવિકલ્પ સમાધિરૂપ ગણવામાં આવે છે. અહીં મનનો ક્ષય નથી. આ દર્શન મનઅંતઃકરણ દ્વારા થતું માનવું પડે. પછી મનનો ક્ષય થઈ જાય છે અને આત્માને આત્મા વડે આત્માનું દર્શન થાય છે. આ દર્શન પહેલા દર્શન કરતાં ચડિયાતું દર્શન છે. આમ, આ દર્શન એ શ્રવણ, મનન અને નિદિધ્યાસન પછી થતું દર્શન છે. શ્રવણ એ આચાર્યોપદેશજનિત જ્ઞાન છે. મનન એ મીમાંસા છે. મનનથી સ્થિર થયેલ તત્ત્વનું જ્ઞાન એ નિદિધ્યાસન છે. આમ દર્શન માટે ધ્યાન, ધ્યાન માટે મનન
અને મનન માટે શ્રવણ જરૂરી છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ દર્શનપ્રાપ્તિનાં * ક્રમિક સોપાનો છે. એટલે વિવરણપ્રમેયસંગ્રહમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસનને
દનના હેતુઓ ગણાવ્યા છે. 1 શ્રોતવ્ય કૃતિવાચેષ્યઃ માવ્યોપત્તિમઃ |
__मत्वा च सततं ध्येयः एते दर्शनहे तवः ॥ આમ આ સમગ્ર નિરૂપણ ઉપરથી એ ફલિત થાય છે કે દર્શનનો ખાસ પારિભાષિક અર્થ સવિકલ્પક સમાધિ કે નિર્વિકલ્પક સમાધિમાં થતું આત્મદર્શન છે અર્ને આ સમાધિનું સાક્ષાત્ કારણ છે ધ્યાન. બોધરૂપ દર્શનનું સ્વરૂપ
ઉપરની ચર્ચા ઉપરથી દર્શનનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. આ દર્શન એ અતીન્દ્રિય દર્શન છે. તે સાક્ષાત્કારરૂપ છે. સાક્ષાત્કારરૂપ હોઈ તત્ત્વને સંપૂર્ણ જાણે છે. આથી કેટલીકવારતેના વિષય તરીકે સર્વને ગણાવવામાં આવેલ છે અને સર્વજ્ઞ પતિ એમ