________________
# ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન
પણ કહેવામાં આવેલ છે. આ દર્શનથી આત્માની અને સર્વની સર્વશઃ આપ્તિઉપલબ્ધિ થાય છે, તત્ત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થાય છે. તેનો કોઈપણ અંશ ઉપલબ્ધ થયા વિના રહેતો નથી. દ્રષ્ટા કોણ ? દ્રષ્ટા આત્મા છે. ચક્ષુ વડે આત્માને રૂપનું ચાક્ષુષ દર્શન થાય છે. મન યા અંતઃકરણ વડે આત્માને આત્મદર્શન થાય છે અને આત્મા વડે પણ આત્માને આત્મદર્શન થાય છે. આ ત્રણેયમાં દ્રષ્ટા આત્મા છે. છેલ્લા ઉત્કૃષ્ટ દર્શનમાં તો કર્તા, કર્મ અને કરણ ત્રણેય આત્મા જ છે.
૨. ગીતામાં જ્ઞાન અને દર્શન
2
૨. અ. ગીતામાં જ્ઞાન
ગીતામાં ‘‘જ્ઞાન’ પદનો અનેક વાર પ્રયોગ થયો છે. તે ઉપરાંત ક્યાંક “વિજ્ઞાન” અને ‘પ્રજ્ઞા'' પદનો પ્રયોગ પણ થયો છે. જ્ઞાનનો વિષય
એક સ્થળે ગીતા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના જ્ઞાનને ખરું જ્ઞાન કહે છે.63 શરીર' ક્ષેત્ર છે અને તેને જાણનાર જ્ઞાયકસ્વભાવ આત્મા ક્ષેત્રજ્ઞ છે.64 આમ આત્મ-અનાત્મના ભેદનું જ્ઞાન જ ખરું જ્ઞાન છે. અર્થાત્ આ જ્ઞાનનો વિષય છે આત્મઅનાત્મભેદ યા પ્રકૃતિ-પુરુષવિવેક. ગીતાના ટીકાકારોને મતે જ્ઞાનનો વિષય કોઈક સ્થળે આત્મા છે, કોઈક સ્થળે કર્તવ્યકર્મ છે, કોઈક સ્થળે યજ્ઞ છે,67 કોઈક સ્થળે આત્મેશ્વરૈકત્વ છે, તો વળી કોઈક સ્થળે ઈશ્વરસ્વરૂપ છે. અમાનિત્વાદિગણને ગીતા જ્ઞાન કહે છે.70 શંકરાચાર્ય અનુસાર અમાનિત્વાદિ જ્ઞાનમાં સાધન હોઈ તેમને જ્ઞાન કહેવામાં આવ્યાં છે. અમાનિત્વાળિ જ્ઞાનસાધનાત્ જ્ઞાનાવાવ્યું વિધાતિ મળવાન્ । 13/6
જ્ઞાનનું સ્વરૂપ તેમ જ જ્ઞાનવિજ્ઞાનનો ભેદ
રામાનુજ એક સ્થાને જ્ઞાનને આત્મયાથાત્મ્યસાક્ષાત્કારરૂપ વર્ણવે છે’1 અને જ્ઞાનીને સાક્ષાત્કૃતાત્મસ્વરૂપ વર્ણવે છે.72 બીજે ક્યાંય જ્ઞાનની સ્વરૂપપરક સમજૂતી તેમણે આપી નથી. તેઓ જ્ઞાન અને વિજ્ઞાનનો ભેદ વિષયભેદને આધારે કરે છે. એક સ્થાને તે કહે છે કે જ્ઞાનનો વિષય આત્મસ્વરૂપ છે, જ્યારે વિજ્ઞાનનો વિષય પ્રકૃતિવિસજાતીયાકાર છે.73 બીજે સ્થાને તે કહે છે કે જ્ઞાનનો વિષય આત્મસ્વરૂપ છે, જ્યારે વિજ્ઞાનનો વિષય તદ્વિવેક છે.74 વળી, એક સ્થાને તે જ્ઞાનને ચિદ્-અચિદ્સ્તુવિશેષનિશ્ચય કહે છે.75 પરંતુ શંકરાચાર્યે જ્ઞાનને સાક્ષાત્કારસ્વરૂપ ગણ્યું નથી. તે તો શાસ્ત્રજન્ય કે આચાર્યોપદેશજન્ય બોધને જ્ઞાન કહે છે. જ્યારે અનુભવરૂપ યા સાક્ષાત્કારરૂપ બોધને વિજ્ઞાન કહે છે. આ વસ્તુ તેમણે વારંવાર પ્રતિપાદિત કરી છે. 3.41ના ભાષ્યમાં તેઓ લખે છે :