________________
૧૦
:
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ज्ञानं शास्त्रत आचार्यतः च आत्मादीनाम् अवबोधः, विज्ञानं विशेषतः तदनुभवः । 6.8ના ભાષ્યમાં પણ તેઓ જણાવે છે : જ્ઞાનં શાસ્ત્રોòપવાર્થીનાં પરિજ્ઞાન, વિજ્ઞાન તુ શાસ્ત્રતો જ્ઞાતાનાં તથા વ સ્વાનુભવરણમ્ 116.1ના ભાષ્યમાં વળી તે ‘‘જ્ઞાન’’ પદને સમજાવતાં લખે છે : જ્ઞાનં શાસ્ત્રત આચાર્યત: શ્વ આત્માવિવાર્થાનામ્ અવામ:| 13.5માં આવતા ‘‘જ્ઞાનનક્ષુષા'' પદને સમજાવતાં તે જણાવે છે ઃ શાસ્ત્રાવાર્થીપલેશનનિતમ્ આત્મપ્રત્યયિજ્ઞાનું ચક્ષુઃ, તેન । આ ઉપરથી સ્પષ્ટ ક્ષય છે કે શંકર “જ્ઞાન’’ પદથી બહુધા શાસ્ત્રજ્ઞાન સમજે છે અને “વિજ્ઞાન' પદથી સાક્ષાત્કારરૂપ જ્ઞાન સમજે છે. આમ, તે જ્ઞાન અને વિજ્ઞાનનો ભેદ સ્વરૂપભેદને આધારે કરે છે, વિષયભેદને આધારે કરતા નથી.
જ્ઞાનપ્રાપ્તિના ઉપાય
ગીતા કહે છે કે જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા આવશ્યક છે.75મ આ ચેષ્ટાઓ આચાર્ય પ્રત્યેના આદરભક્તિની તેમ જ જિજ્ઞાસાની સૂચક છે. આમ, આચાર્ય પ્રત્યેના આદર-ભક્તિ તેમ જ જિજ્ઞાસા જ્ઞાનપ્રાપ્તિ માટે જરૂરી છે. આદર-ભક્તિ અને જિજ્ઞાસાથી આવર્જિત આચાર્ય શિષ્યને ઉપદેશ આપે છે. આચાર્યના ઉપદેશથી જ્ઞાનલાભ થાય છે. આચાર્યની પાસે શ્રદ્ધાળુ જ જાય છે. માટે જ ગીતા કહે છે ‘શ્રદ્ધાવાન તમતે જ્ઞાનમ્''. શ્રદ્ધાવાન ગુરુ પાસે જઈ ગુરૂપાસનાદિમાં તત્પર બને, સંયતેન્દ્રિય બને તો જ ગુરુ પાસેથી જ્ઞાન સંપાદન કરી શકે.” શકંર કહે છે કે પ્રણિપાત આદિ તો બાહ્ય ચેષ્ટાઓ છે અને તે તો માયાવીમાં પણ હોઈ શકે અને તેથી એકાન્તપણે જ્ઞાનલબ્ધિનો ઉપાય નથી, જ્યારે શ્રદ્ધા, તત્પરતા અને સંયતેન્દ્રિયત્વ આંતરગુણો છે અને તેથી એકાન્તપણે જ્ઞાનલબ્ધિનો ઉપાય છે.78 ઉપદેશ દ્વારા પ્રાપ્ત જ્ઞાનથી સંશયનો છેદ થાય છે.79 આમ ‘“જ્ઞાન” પદની શંકરે આપેલ સમજૂતી સાથે આ બધી ગીતોપદિષ્ટ વાત બંધબેસતી છે.
જ્ઞાનમહિમા ·
બધાં કર્મોની પરિણતિ જ્ઞાનમાં થાય છે.80 જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી.81 જ્ઞાન મેળવ્યા પછી મોહ ઉત્પન્ન થતો નથી.82 જ્ઞાન વડે મહાપાપીઓ પણ પાપમુક્ત થાય છે.83 જ્ઞાનથી સર્વ કર્મોનો ક્ષય થાય છે.84 જ્ઞાન વડે સંસારના કારણભૂત દોષો નાશ પામે છે, પરિણામે પુનર્જન્મ અટકી જાય છે.85
જ્ઞાનપ્રકાર
ગીતામાં જ્ઞાનના ત્રણ પ્રકારો ગણાવ્યા છે : સાત્ત્વિક, રાજસ અને તામસ. સાત્ત્વિક જ્ઞાનનો વિષય છે સર્વ ભૂતોમાં રહેલ એક અવ્યય અવિભક્ત આત્મા.