________________
૧૧ . ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન રાજસ જ્ઞાનનો વિષય છે પ્રતિ શરીર ભિન્ન પૃથકલક્ષણોવાળા નાના આત્માઓ. તામસ જ્ઞાનનો વિષય છે કાર્યરૂપ સ્વદેહ. આમ સાત્ત્વિક જ્ઞાન એકાત્મભાવગ્રાહી છે, રાજસ જ્ઞાન નાનાત્મભાવગ્રાહી છે અને તામસ જ્ઞાન સ્વદેહાત્મભાવગ્રાહી છે.
પ્રજ્ઞાને શંકર આત્મ-અનાત્મવિવેકજન્યા અને આત્મવિષયા કહે છે. (2.55)
૨. આ. ગીતામાં દર્શન ગીતામાં “દર્શન” શબ્દનો પ્રયોગ શ્રદ્ધાનના અર્થમાં ક્યાંય થયો નથી, પરંતુ બોધના અર્થમાં જ થયો છે. આ બોધ કેવા પ્રકારનો છે એ જાણવા માટે ગીતાપ્રયુક્ત “દર્શન” શબ્દના સંદર્ભોનું અધ્યયન આવશ્યક છે. દર્શનનો વિષય
સત્-અસત્નો સ્વરૂપભેદ,86 તત્ત્વ,87 આત્મા,88 સર્વાત્મસ્વાત્મક્ય,99 આત્મરક્ય 90 સમત્વળ ઈશ્વરનો યોગ.2 ઈશ્વરનું વિશ્વરૂપ અને સમરૂપે , સર્વત્ર સમવસ્થિત ઈશ્વર દર્શનના વિષય તરીકે ગીતામાં નિર્દિષ્ટ છે. શંકર અને રામાનુજના મતે સત્-અસનો સ્વરૂપભેદ એટલે અદ્વિસ્તુભૂત દેહ અને ચેતન આત્માનો ભેદ. ભાસ્કરના મતે તત્ત્વ એટલે પદાર્થમાત્રનું સ્વરૂપ” અને શંકરના મતે તત્ત્વ એટલે બ્રહ્મસ્વરૂપ ભાસ્કરના મતે સમ એટલે બ્રહ્મ, શંકરના મતે પણ સમ એટલે નિર્વિશેષ બ્રહ્મ9 રામાનુજના મતે સમ એટલે સર્વ આત્માઓમાં રહેલી જ્ઞાનકાકારતા.100 દર્શનનું સ્વરૂપ | દર્શન સાક્ષાત્કારરૂપ છે. 4.34માં ભાસ્કર “તત્ત્વર્શિનની વ્યાખ્યા “સાક્ષાતત્મિતા ?” એવી કરે છે. 11.54ના વ્યાખ્યામાં રામાનુજ અને શંકર સ્પષ્ટપણે જ્ઞાન અને દર્શનનો સ્વરૂપભેદ જણાવે છે. તે બંનેને મતે શાસ્ત્ર દ્વારા થતો બોધ જ્ઞાન છે, જ્યારે સાક્ષાત્કારરૂપ બોધ દર્શન છે. જ્ઞાતું શાસ્ત્રો,
સાક્ષાઋતુમ ! શંકર. તત્વત: શાસ્ત્રજ્ઞતું, તત્ત્વતઃ સાક્ષાત્રતુન્ ! રામાનુજ. 11.54 માં જ્ઞાન અને દર્શનનો પૂર્વાપર ક્રમ પણ સ્પષ્ટપણે મૂળ ગીતામાં સૂચિત છે, અને શંકર તેમ જ રામાનુજની જ્ઞાન અને દર્શનની સમજૂતી ઉપરથી પણ તે પૂર્વાપરક્રમદઢપણે પુષ્ટિ પામે છે. આ સંદર્ભમાં 4.34માં આવતા જ્ઞાતિનતત્ત્વર્ણિન: ની ભાસ્કર અને શંકરે આપેલી સમજૂતી નોંધપાત્ર છે. ભાસ્કર કહે છે - “જ્ઞાનનો सन्तः केचिद् अतत्त्वदर्शिनो भवन्ति । अतो विशेष्यति - तत्त्वदर्शिनः इति ।" આ દર્શાવે છે કે જેને જ્ઞાન થયું હોય તેને દર્શન થયું જ હોય એવું નથી.