________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા = ૧૨ પરંતુ જેને દર્શન થયું હોય તેને જ્ઞાન થયું જ હોય. આમ, પ્રથમ જ્ઞાન અને પછી દર્શન એ ક્રમ સ્પષ્ટ છે. વળી, ગીતા જ્ઞાનચક્ષુ વડે દર્શન થવાની વાત કરે છે.101 આ હકીકત પણ જ્ઞાન પછી દર્શનનો ક્રમ નિશ્ચિત કરે છે અને જ્ઞાન એ પરોક્ષ બોધ છે જ્યારે દર્શન અનુભવરૂપ બોધ છે એ શંકર તેમ જ રામાનુજ કથિત જ્ઞાનદર્શનના સ્વરૂપભેદનો પણ નિર્દેશ કરે છે. દર્શનનાં સાધન
દર્શનના સાધન તરીકે દિવ્ય ચક્ષુ, “ ધ્યાન, ,103 સાંખ્યયોગ,104 કર્મયોગ105 અને જ્ઞાનચક્ષુ10 જણાવવામાં આવેલ છે. શંકરને મતે ધ્યાન એ યોગદર્શનપ્રસિદ્ધ ધ્યાન છે. તે કહે છે કે શબ્દ વગેરે વિષયોમાંથી શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોને વાળી મનમાં એકત્ર કરીને અને પછી મનને અંતરાત્મા (પ્રત્યતયિતામાં) એકત્ર કરીને એકાગ્રતાથી ચિંતન કરવું તે ધ્યાન.107 રામાનુજ ધ્યાનનો અર્થ ભક્તિયોગ કરે છે.108 શંકર સાંખ્યયોગનો અર્થ વિવેકજ્ઞાન કરે છે. તે કહે છે કે ‘આ સત્ત્વ આદિ ગુણો દૃશ્ય છે, હું તેમનાથી જુદો, તેમના વ્યાપારનો સાક્ષી, નિત્ય, ગુણવિલક્ષણ આત્મા છું” એવું ચિન્તન એ સાંખ્યયોગ છે.109 રામાનુજ પણ સાંખ્યયોગનો અર્થ જ્ઞાનયોગ આપે છે.10 ગીતામાં પણ જ્ઞાનચક્ષુને દર્શનનું સાધન ગણ્યું છે.111 કર્મયોગના વિશે શંકર લખે છે કે ઈશ્વરાર્પણબુદ્ધિથી કરાતું અનુષ્ઠાન કર્યુ છે, તે કર્મ યોગનું સાધન હોવાને કારણે ગૌણરૂપથી યોગ કહેવાય છે, આ કર્મયોગ દ્વારા અન્તઃકરણની શુદ્ધિ થાય છે, અન્તઃકરણશુદ્ધિ દ્વારા12 જ્ઞાનપ્રાપ્તિ થાય છે, અને જ્ઞાનપ્રાપ્તિ દ્વારા દર્શન થાય છે. આમ કર્મયોગ પરંપરાથી દર્શનનું કારણ છે. રામાનુજ કર્મયોગનો અર્થ અન્તર્ગતજ્ઞાન એવો કરે છે.113 આ ઉપરથી ફલિત થાય છે કે ધર્મકર્મ, શાસ્ત્રજ્ઞાન, મનન, નિદિધ્યાસન એ બધાં દર્શનનાં કારણો છે. ધર્મકર્મથી ચિત્તશુદ્ધિ થાય છે. આ ચિત્તશુદ્ધિ જ ચિત્તનો પ્રસાદ છે, જેને શ્રદ્ધા પણ કહેવામાં આવે છે.14 શ્રદ્ધાને પરિણામે ગુરુ પાસે જઈ શાસ્ત્ર દ્વારા આત્માનું જ્ઞાન પમાય છે, શાસ્ત્રથી શાત આત્માનું મનન .કરાય છે, પછી તેનું ધ્યાન કે નિદિધ્યાસન થાય છે અને પરિણામે છેવટે આત્મદર્શન થાય છે.
આમ, દર્શન સાક્ષાત્કારરૂપ છે. શંકરે જ્ઞાનથી વિજ્ઞાનનો ભેદ કરતાં જે કહ્યું તે જ જ્ઞાનથી દર્શનનો ભેદ કરતાં કહ્યું છે. જ્ઞાન એટલે શાસ્ત્ર દ્વારા થતો બોધ અને વિજ્ઞાન એટલે સાક્ષાત્કારરૂપ બોધ, જ્ઞાન એટલે શાસ્ત્ર દ્વારા થતો બોધ અને દર્શન એટલે સાક્ષાત્કારરૂપ બોધ. આમ વિજ્ઞાન અને દર્શન શંકરના મતે એક જ વસ્તુ છે એ સિદ્ધ થાય છે. શાસ્ત્રબોધ ઉપલક્ષણથી બધા જ પરોક્ષ