________________
૭ . . ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન દર્શનના વિષય તરીકે ધર્માધર્મથી પર, ભૂતભવ્યથી પર, કૃત-અકૃતથી પર એવું તત્ત્વ જણાવાયું છે. અર્થાત્ દર્શનનો વિષય સર્વવ્યવહારગોચરાતી વસ્તુ છે. 5 કઠોપનિષદ 1.3.12 અનુસાર સર્વ ભૂતોમાં રહેલો ગૂઢ આત્મા દર્શનનો વિષય છે.36 મુંડક 1.1.6 નિત્ય, વિભુ, સર્વગત, સુસૂક્ષ્મ, અવ્યય, ભૂતયોનિરૂપ તત્ત્વને દર્શનનો વિષય ગણે છે.?? શંકર અનુસાર આ તત્ત્વ સર્વનું આત્મભૂત અક્ષરતત્ત્વ છે.35 મુંડક 2.2.8 અનુસાર સર્વજ્ઞ, સર્વવિત્, આનંદરૂપ અને અમૃત તત્ત્વ દર્શનનો વિષય છે. શંકર કહે છે કે આ તત્ત્વ આત્મતત્ત્વ છે. મુંડક 2.2.9 દર્શનના વિષય તરીકે પરાવરને જણાવે છે. પરાવર એટલે કારણાત્મા અને કાર્યાત્મા બ્રહ્મ. મુંડક 3.1.3 અને મૈત્રી 6.18 કહે છે કે રુમવર્ણવાળો, કર્તા, બ્રહ્મયોનિ, ઇશપુરુષ દર્શનનો વિષય છે. ઇશ શબ્દને સમજાવતાં શંકરાચાર્ય લખે છે કે - શમ્ સંસરિણમશીનીયપિપાસાશોમોહનર/મૃત્યુવતીતમીરા... મુંડક 3.1.8 કહે છે કે નિષ્કલ તત્ત્વ દર્શનનો વિષય છે. શંકર તે તત્ત્વને આત્મતત્ત્વ તરીકે જણાવે છે. છાંદોગ્ય 8.12.5 કામનાઓને (મન) દર્શનનો વિષય ગણાવે છે.6 છાંદોગ્ય 7.26.2 અને મૈત્રી 7.11.6 કહે છે કે સર્વ અર્થાત્ બધું જ દર્શનનો વિષય છે.47 બૃહદારણ્યક 43.16 અનુસાર પુણ્ય અને પાપ પણ, દર્શનનો વિષય છે.48 ઈંગલ ઉપનિષદ 49 અનુસાર પોતાનું સર્વ સાથે તાદાત્મ દર્શનનો વિષય છે.9 ઈંગલ 4.23 કહે છે કે વિષ્ણુનું પરમ પદ દર્શનનો વિષય છે.50 આમ, ઉપનિષદમાં દર્શનના વિષય તરીકે બ્રહ્મ, આત્મા, સર્વ સાથેની એકતા, વિષ્ણુનું પરમપદ, ઇશપુરુષ, સર્વ અને પુણ્ય-પાપને જણાવવામાં આવ્યા છે. પરંતુ મોટે ભાગે તો દર્શનનો વિષય આત્મા કે બ્રહ્મ જ છે. બોધરૂપ દર્શનનાં સાધન
કઠોપનિષદમાં કહ્યું છે કે સૂક્ષ્મ અગ્રબુદ્ધિ દ્વારા દર્શન થાય છે.” શંકર અનુસાર સૂક્ષ્મ અગ્રબુદ્ધિ એટલે સંસ્કાર પામેલી, એકાગ્રતાથી યુક્ત, સૂક્ષ્મવસ્તુનિરૂપણપરક બુદ્ધિ.2 મુંડક 2.2.8 જણાવે છે કે વિજ્ઞાન એ દર્શન માટેનું અનિવાર્ય સાધન છે.53 આની સમજૂતી આપતાં શંકર કહે છે : તત્ आत्मतत्त्वं विज्ञानेन शास्त्राचार्योपदेशजनितेन ज्ञानेन शमदमध्यानसर्वत्यागवैराग्योद्भूतेन પરિપત્તિ સર્વતઃપૂof પતિ આમ, અહીં વિજ્ઞાનનો અર્થ છે શાસ્ત્રાચાર્યોપદેશ જનિત જ્ઞાન. આવા જ્ઞાન માટે શમ, દમ, ધ્યાન, સર્વત્યાગ અને વૈરાગ્ય એ પૂર્વશરત છે. મુંડક 3.1.8 દર્શન માટે ધ્યાન જરૂરી માને છે, અને ધ્યાન માટે સત્ત્વશુદ્ધિ જરૂરી માને છે, અને સત્ત્વશુદ્ધિ માટે જ્ઞાનપ્રસાદ જરૂરી માને છે.” શંકર આને નીચે પ્રમાણે સમજાવે છે - બાહ્યવિષયરાગાદિરૂપ કાલુષ્યથી મુક્ત