________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૫ ૬ શબ્દનો અર્થ સાક્ષાત્કાર લઈએ તો શ્રવણ, વગેરે નિરર્થક બની જાય. એટલે અહીં દર્શનનો અર્થ સાક્ષાત્કાર ન હોઈ શકે. તેથી, અહીં દર્શનનો અર્થ શ્રદ્ધા લેવો જોઈએ. આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા હોય તો ગુરુ પાસે તેને વિશે સાંભળવા જઈએ, પછી જે સાંભળ્યું હોય તેનું ઉપપત્તિથી (તર્કથી) મનન કરીએ અને મનનથી સ્થિર થયેલ આત્મસ્વરૂપ ઉપર ધ્યાન કરીએ અને તે દ્વારા આત્માનો, સાક્ષાત્કાર કરીએ. આવા જ અર્થવાળાં વાક્યો પાલિ-પિટકમાં પણ મળે છે. ત્યાં કહ્યું છે કે “જો શ્રદ્ધા ન જાગે તો જ્ઞાની પાસે જવાનું ન બને, ધ્યાન દઈ ધર્મ સાંભળવાનું ન બને, ધર્મનું ગ્રહણ ન થાય, ધર્મની પરીક્ષા ન થાય, ઉત્સાહ ન જાગે, પુરુષાર્થ ન થાય અને સત્યનો - ધર્મનો સાક્ષાત્કાર ન થાય.” - છાંદોગ્ય ઉપનિષદમાં (7.18-19) કહ્યું છે કે... નામવા વિનાનાતિ, મવૈવ વિનાનાતિ.... નાથદ્ધધન મનુને શ્રદ્ધવ મનુતે... અર્થાત્ મનન વિના વિજ્ઞાન શક્ય નથી અને શ્રદ્ધા વિના મનન શક્ય નથી. આમ અહીં શ્રદ્ધા, મનન અને વિજ્ઞાન એ ત્રણ ઉત્તરોત્તર ક્રમિક સોપાનો જણાવાયાં છે. પછી આ ઉપનિષદમાં 7.25માં મહત્ત્વનો વાક્યખંડ આ આવે છે - “ર્વ પશ્યનું પર્વ મન્વાન પર્વ વિજ્ઞાનન ". અહીં સ્પષ્ટપણે દર્શન, મનન અને વિજ્ઞાન એ ત્રણ ક્રમિક સોપાનો જણાવાયાં છે. 7.18-19ના ત્રિક અને 7.25ના આ ત્રિકનું નિરીક્ષણ કરતાં જણાય છે કે બન્ને જે ત્રણ સોપાનોનો નિર્દેશ કરે છે તે એકના એક જ છે. બન્ને ત્રિકમાં બીજા અને ત્રીજા સોપાન માટે “મનન” અને “વિજ્ઞાન” શબ્દો સમાનપણે વપરાયા છે જયારે પ્રથમ સોપાન માટે પ્રથમ ત્રિકમાં “શ્રદ્ધા” શબ્દ પ્રયોજાયો છે અને બીજા ત્રિકમાં “દર્શન” શબ્દ પ્રયોજાયો છે. આ નિર્ણયાત્મક રીતે દર્શાવે છે કે અહીં “દર્શન” શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં થયો છે. - બોધરૂપ દર્શન
ઉપનિષદોમાં “દર્શન” શબ્દનો પ્રયોગ બોધના અર્થમાં પણ થયો છે. ચાલુષ જ્ઞાનના અર્થમાં તો “દર્શન” શબ્દ પ્રચલિત છે જ પરંતુ આ અર્થ તો સર્વસમ્મત - અને લોકપ્રચલિત છે. પરંતુ “દર્શન” શબ્દનો ખાસ પારિભાષિક અર્થમાં પ્રયોગ ઉપનિષદોમાં થયો છે અને ત્યાં તે ખાસ પ્રકારનો બોધ સૂચવે છે. આ બધા કેવા પ્રકારનો છે એ જાણવા માટે આપણે ઉપનિષદોમાં પ્રયુક્ત “દર્શન” શબ્દના સંદર્ભોનું અધ્યયન કરીશું. બોધરૂપ દર્શનનો વિષય
બૃહદારણ્યક આત્માને અને બ્રહ્મને દર્શનનો વિષય જણાવે છે.32 મૈત્રી ઉપનિષદ પણ બ્રહ્મને દર્શનનો વિષય જણાવે છે.33 કઠોપનિષદમાં (1.2.14)