________________
૫
= ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન
અથવા તો સર્વ પ્રવૃત્તિઓનું તપૂર્વકત્વ છે.28 વિજ્ઞાન બ્રહ્મ છે. શંકરના મતે તેને બ્રહ્મ ગણવાનું કારણ એ છે કે તે સર્વનું કારણ છે, સર્વ વિજ્ઞાનકર્તૃક છે.
તૈત્તિરીય ઉપનિષદ 3.5 કહે છે કે વિજ્ઞાન બ્રહ્મ છે કારણ કે વિજ્ઞાનમાંથી પ્રાણીઓ કે જન્મે છે, વિજ્ઞાન વડે જ જન્મેલા જીવે છે અને એમાં લય પામે છે.30 છાંદોગ્ય 7.7.1 અનુસાર વિજ્ઞાન ધ્યાનથી ચડિયાતું છે.31
પ્રજ્ઞાન
કઠ 1.2.25ની ટીકામાં શંકર પ્રજ્ઞાનનો અર્થ બ્રહ્મજ્ઞાન કરે છે. ઐતરેય ઉપનિષદ 3.1.3 પ્રજ્ઞાનને બ્રહ્મ કહે છે. કૌષીતકી 3.2માં પ્રજ્ઞાત્માનો ઉલ્લેખ છે. રાધાકૃષ્ણ તેનો અર્થ ‘બુદ્ધિવૃત્તિપ્રતિફલિતપ્રજ્ઞકસ્વભાવ' એવો નોંધે છે અને તેનું અંગ્રેજી “the intelligence self '' આપે છે. બૃહદારણ્યક 4.4.21 જણાવે છે કે તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞાં વીત બ્રાહ્મળ: । શંકર આની સમજૂતી આપતાં લખે છે કે विज्ञाय उपदेशत: शास्त्रतश्च प्रज्ञां शास्त्राचार्योपदिष्ट विषयां નિજ્ઞાસાપરિસમાપ્તિરી શૈત બ્રાહ્મળઃ । રાધાકૃષ્ણ મૂળનો અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે કરે છે - ‘“Let a wise Brahmana after knowing Him alone practise (the means to) wisdom.” રંગરામાનુજની સમજૂતી આ પ્રમાણે છે - ત્રવળમનનામ્યાં જ્ઞાત્વા પ્રજ્ઞાં નિવિધ્યાસનમ્ દ્વૈત । આમ રંગરામાનુજને મતે પ્રજ્ઞા એટલે નિદિધ્યાસન છે. કૌપી. 1.7 માં આવતા ‘પ્રજ્ઞયા’નો અર્થ સ્વયંપ્રજાશેનાત્મનોધેન એવો રાધાકૃષ્ણે નોંધ્યો છે. સંજ્ઞાન, આજ્ઞાન, વિજ્ઞાન, મેઘા, દૃષ્ટિ, ધૃતિ, મતિ, મનીષા, જૂતિ, સ્મૃતિ, સંકલ્પ, ક્રતુરસ, કામ અને વશ આ બધાં પ્રજ્ઞાનનાં નામો છે એમ ઐતરેય ઉપનિષદ 3.1.2 માં જણાવાયું છે. અર્થાત્ પ્રજ્ઞાન એ આ બધી અવસ્થાઓમાં અનુસ્યૂત સર્વસાધારણ વ્યાપક ચેતના છે. ૧.આ. ઉપનિષદોમાં દર્શન શ્રદ્ધાનના અર્થમાં દર્શન” શબ્દનો પ્રયોગ
શ્રદ્ધાનના અર્થમાં ‘દર્શન' શબ્દનો પ્રયોગ બૃહદારણ્યક ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદમાં થયો લાગે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં (2.4.5 અને 4.5.6) પ્રસિદ્ધ વાક્ય આવે છે. - આત્મા વા અરે દ્રષ્ટવ્ય:, સ્ત્રોતવ્યઃ, મન્તવ્ય: નિર્િધ્વાસિતવ્ય:। અહીં ક્રમથી દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસનનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખક્રમ તેમના પ્રક્રિયાક્રમ યા ઉત્પત્તિક્રમને સૂચવે છે. પ્રથમ દર્શન, પછી શ્રવણ, તે પછી મનન અને છેવટે નિદિધ્યાસન આ પ્રક્રિયાક્રમ યા ઉત્પત્તિક્રમ છે. આ દર્શન આદિનો વિષય આત્મા છે. અહીં દર્શન” શબ્દનો અર્થ ચાક્ષુષ દર્શન ઘટે નહીં કારણ કે ચાક્ષુષ દર્શનનો વિષય આત્મા નથી. વળી, અહીં જો દર્શન