________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા. ૪ જ્ઞાન અને વિજ્ઞાન - જ્ઞાન અને વિજ્ઞાનને મોટે ભાગે સમાન અર્થમાં પ્રયોજ્યા છે. પરંતુ તેમનો ખાસ પારિભાષિક અર્થ પણ જણાય છે. જ્ઞાન પછી વિજ્ઞાનની ભૂમિકા ગણવી જોઈએ. વિજ્ઞાન એ નિદિધ્યાસનરૂપ છે. તે ધ્યાનની કોટિમાં આવે અને તે આત્મદર્શન યા સાક્ષાત્કારનું સાક્ષાત્ કારણ ફલિત થાય છે. જ્ઞાનમાં શ્રવણ અને મનન બંનેનો સમાવેશ માનવો જોઈએ પરંતુ વિશેષ તો જ્ઞાનને શાસ્ત્ર અને આચાર્યોપદેશજનિત જ્ઞાન ગણવામાં આવ્યું છે. આ તેમના ખાસ પારિભાષિક અર્થ ગણાવા જોઈએ. અલબત્ત, શિથિલપણે “જ્ઞાન” અને “વિજ્ઞાન” પદો કેટલીક વાર સમાનાર્થમાં વપરાયાં છે, એકબીજાના બદલે પ્રયોજાયાં છે. આત્મા વિજ્ઞાતા અને વિજ્ઞાનસ્વભાવ
આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવેલ છે. કેટલીક વાર આત્માને વિજ્ઞાન કહેવામાં આવેલ છે અને કેટલીક વાર બુદ્ધિ વગેરેને પણ વિજ્ઞાન કહેવામાં આવેલ છે. આને સમજાવતાં શંકર જણાવે છે કે બુદ્ધિ વગેરે વિજ્ઞાનનાં સાધન હોઈ તેમને વિજ્ઞાન કહ્યાં છે જ્યારે આત્મા વિજ્ઞાનનું કર્તુકારક હોઈ, વિજ્ઞાનસ્વભાવ હોઈ, તેને વિજ્ઞાન કહેલ છે. આમ આત્મા વિજ્ઞાતા છે. લૌકિક અનિત્ય વિજ્ઞાનોથી અલૌકિક નિત્ય વિજ્ઞાન જુદું છે જે નિત્ય આત્માના સ્વભાવભૂત છે. એટલે જ બૃહદારણ્યક 4.3.30માં કહ્યું છે કે ખરેખર તે વિજાણતો હોવા છતાં તે વિજાણતો નથી કારણ કે વિજ્ઞાતાની વિશાતિનો નાશ નથી. અર્થાત્ જ્યારે અનિત્ય વિજ્ઞાન 'નથી હોતું ત્યારે પણ નિત્ય વિજ્ઞાન તો થતું જ રહે છે, કારણ કે તે નિત્ય - આત્માનો સ્વભાવ છે. વિજ્ઞાનના ભેદ - દ્વિતીભૂત વિજ્ઞાન અને અતીભૂત વિજ્ઞાન એવા વિજ્ઞાનના બે ભેદોનો નિર્દેશ મૈત્રી ઉપનિષદ 6.7માં છે. તીભૂત વિજ્ઞાન એટલે એ વિજ્ઞાન જે કર્મ-કર્તા, કાર્ય-કારણ યગ્રાહ્ય-ગ્રાહકમાં ભેદ પામ્યું છે. આનાથી ચઢિયાતું અતીભૂત વિજ્ઞાન છે. તે કાર્યકારણકર્મનિર્મુક્ત છે, વાણીથી પર છે, અનુપમ છે અને નિરુપાવે છે. આ બે પ્રકારના વિજ્ઞાનનો નિર્દેશ બૃહદારણ્યક 43.30-31 માં પણ છે. વૈતીભૂત વિજ્ઞાનને અનિત્ય (લૌકિક) વિજ્ઞાન કહી શકાય અને અદ્વૈતીભૂત વિજ્ઞાનને નિત્ય વિજ્ઞાન કહી શકાય. વિજ્ઞાનનો મહિમા - વિજ્ઞાન યજ્ઞને અને કર્મોને વિસ્તારે છે. દેવો વિજ્ઞાનની ઉપાસના કરે છે. વિજ્ઞાન જયેષ્ઠ છે. તેના જયેષ્ઠત્વનું કારણ શંકરના મતે તેનું પ્રથમજત્વ છે