________________
૩ . ઉપનિષદોમાં અને ગીતામાં જ્ઞાન અને દર્શન : કરતાં વિજ્ઞાન ચઢિયાતું છે. આમ, અહીં ધ્યાનને વિજ્ઞાનનું સાધન ગયું છે. - એક સ્થાને (છાંદોગ્ય 8.7.1. ની ટીકામાં) શંકર જ્ઞાનને વિજ્ઞાનનું સાધન ગણતાં જણાય છે. સીડન્વેષ્ટ વ્ય: શાસ્ત્રાવાપસૈજ્ઞતવ્ય: સ વિશે જ્ઞાષ્ટિવ્યો વિવિજ્ઞાસિતવ્ય: સ્વસંવેદ્યતામાપાલિતવ્ય: / બૃહદારણ્યક 2.4.5માં જણાવ્યું છે કે માત્મા વા રે કઈવ્યઃ શ્રોતવ્ય: મન્તવ્ય: વિંધ્યાતિવ્યઃા અર્થાત્ દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન આ ચાર ક્રમિક સોપાનોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આનાં. પછી તરત જ આવતું વાક્ય છે : મૈત્રેય ! આત્મિનો વા કરે તેને શ્રવણેને મસ્યા વિજ્ઞાનેન્દ્ર સર્વ વિદિતમ્ | અહીં પેલા જ ચાર સોપાનોનો સ્પષ્ટ ઉલ્લેખ . છે. પરંતુ આ વાક્યમાં નિદિધ્યાસનને બદલે વિજ્ઞાન પદ મૂકયું છે. આ નિશ્ચિતપણે સૂચવે છે કે આ બંને પદો અહીં સમાનાર્થક છે. આ તારણ સાચું હોય તો. વિજ્ઞાનનાં ક્રમિક સાધનો શ્રવણ અને મનન છે એમ કહેવું પ્રાપ્ત થાય. અને જો એમ હોય તો વિજ્ઞાન એ આત્મધ્યાન છે એમ ફલિત થાય, જે આત્મધ્યાનનું ફળ છે આત્મદર્શન. મુંડક 2.2.7 સ્પષ્ટપણે જણાવે છે કે વિજ્ઞાન આત્મદર્શનનું કારણ છે. વળી, મુંડક 3.1.8માં જ્ઞાન, ધ્યાન અને પછી દર્શન એવો ક્રમ સૂચવાયો છે. આથી જ્ઞાનમાં શ્રવણ, મનન સમાવિષ્ટ ગણાવાં જોઈએ, જ્યારે ધ્યાનને જ વિજ્ઞાન ગણવું જોઈએ. છાંદોગ્ય 7.18.1માં તો સ્પષ્ટપણે કહ્યું જ છે કે મનન એ વિજ્ઞાનનું સાધન છે.22 જ્ઞાનનું સ્વરૂપ
કઠ1.3.13ગત જ્ઞાનનો અર્થ શંકરપ્રકાશસ્વરૂપબુદ્ધિ કરે છે. આજે સાંખ્યસંમત બુદ્ધિતત્વ. આચાર્યોપદેશભનિત બોધ એ જ્ઞાન છે એવું જણાવાયું હોઈ, આ જ્ઞાનને શ્રવણકોટિમાં મૂકાય. મુંડક 2.2.1 ઉપરની ટીકામાં શંકર સૂચવે છે કે આ જ્ઞાન લૌકિક વિજ્ઞાનથી ભિન્ન કોટિનું છે.23 મુંડક 3.1.5 ની ટીકામાં શંકર સમ્પર્ક જ્ઞાનનો અર્થ યથાભૂતાત્મદર્શન કરે છે. વિજ્ઞાનનું સ્વરૂપ
કઠ1.39 માં આવતા “વિજ્ઞાનસારથિ' પદનો અર્થ શંકર વિવેકબુદ્ધિસારથિ કરે છે. અર્થાત્ અહીં વિજ્ઞાનનો અર્થ વિવેકબુદ્ધિ છે. તૈત્તિરીય 2.6માં આવતા વિજ્ઞાન” પદનો અર્થ શંકર ચેતન કરે છે. ઐતરેય 3.1.2માં આવતા “વિજ્ઞાન” પદનો અર્થ શંકર કલાદિપરિજ્ઞાન કરે છે. આપણે અગાઉ જોયું તેમ વિજ્ઞાન નિદિધ્યાસનરૂપ યા ધ્યાનરૂપ છે એવો એક અર્થ અત્યંત સ્પષ્ટ છે. પરંતુ કોઈક વાર વિજ્ઞાનનો અર્થ આચાર્યોપદેશજન્ય જ્ઞાન એવો પણ કરવામાં આવ્યો છે. એટલે આવા વિજ્ઞાનને શ્રવણકોટિમાં મૂકવું પડે.