________________
૮૧ # જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
કહે છે કે મનઃપર્યાયદર્શનનું અસ્તિત્વ છે જ નહીં કારણ કે ભગવતીસૂત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે મન:પર્યાયજ્ઞાની જો અવધિજ્ઞાનવાળો હોય તો તેને ત્રણ દર્શન હોય ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, અને અવધિજ્ઞાનવાળો ન હોય તો તેને બે દર્શન હોય, ચતુદર્શન અને અચક્ષુદર્શન.100 (૨) મન:પર્યાયદર્શન નથી કારણ કે સિદ્ધાંતમાં મન:પર્યાયદર્શનાવરણનો સ્વીકાર નથી.101 (૩) મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનની જેમ સ્વમુખે વિષયોને જાણતું નથી. પરંતુ પરકીય મનઃપ્રણાલી દ્વારા જાણે છે. તેથી જે રીતે મન અતીત અને અનાગત વિષયોનો વિચાર કરે છે પણ દેખતું નથી તેમ મન:પર્યાયજ્ઞાન પણ ભૂત અને ભવિષ્યને જાણે છે પણ દેખતું નથી. તે વર્તમાન મનને પણ વિષયવિશેષાકારથી જાણે છે એટલે સામાન્યાવલોકનપૂર્વક · · પ્રવૃત્તિ ન હોવાથી મન:પર્યાયદર્શન ઘટતું નથી.102 (૪) મન:પર્યાયદર્શન સંભવતું નથી, કારણ કે મન:પર્યાયજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે.103
મન:પર્યાયજ્ઞાનને મનઃપર્યાયદર્શન કેમ નથી એનો બુદ્ધિગમ્ય ખુલાસો નીચે પ્રમાણે છે. મન:પર્યાયજ્ઞાની પરચિત્તના104 પર્યાયોને જાણે છે. બીજાના ચિત્તમાં, ઘટજ્ઞાનપર્યાય, ક્રોધ, રાગ, દ્વેષ આદિ જે પર્યાયો થાય છે તેમને જાણે છે, પણ તેને તેમનો સાક્ષાત્ અનુભવ થતો નથી. બીજાના ચિત્તના રાગવિભાવને તે સાક્ષાત્ અનુભવે છે એમ માનતાં તેને પોતાનામાં રાગવિભાવનો ઉદ્ભવ થાય. પોતે પોતાના જ રાગવિભાવને અનુભવી શકે, બીજાના રાગવિભાવને અનુભવી શકે નહીં. તેવી જ રીતે બીજાના ચિત્તના ઘટજ્ઞાનપર્યાયને પોતે અનુભવી શકે નહીં. બીજામાં ઉદ્ભવેલા ઘટજ્ઞાનનું પોતાને સાક્ષાત્ સંવેદન થઈ શકે નહીં. પોતાના ઘટજ્ઞાનનું જ પોતાને સાક્ષાત્ સંવેદન થઈ શકે. જો બીજાને થયેલા ઘટજ્ઞાનનું તેને સંવેદન થતું હોય તો, બીજાથી તેનો અભેદ આવી પડે. આપણને આપણા જ્ઞાનનું અને ભાવનું જ સંવેદન થાય છે, પરના જ્ઞાનનું કે ભાવનું સંવેદન થતું નથી એ સાર્વત્રિક નિયમને અનુલક્ષીને કહેવું જોઈએ કે મનઃપર્યાયજ્ઞાનીને પરચિત્તના જ્ઞાન, ક્રોધ આદિ પર્યાયોનું જ્ઞાન જ થાય છે, દર્શન (અનુભવ, સંવેદન) થતું નથી, થઈ શકે જ નહીં. મન:પર્યાયજ્ઞાનીને પચિત્તના પર્યાયોનું સ્વસંવેદન થાય છે એમ માનવામાં વદતોવ્યાઘાત છે અને દર્શનનો અર્થ સ્વસંવેદન એ પ્રાયઃ મૌલિક જણાય છે. આ દૃષ્ટિએ ‘મન:પર્યાય' શબ્દથી “પરચિત્તપર્યાય' અભિપ્રેત છે. “મન:પર્યાય'' વિશેષગ્રાહી છે એટલે તેને મનઃપર્યાયદર્શન નથી એ ખુલાસો સાવ પાંગળો છે. કેવળજ્ઞાન (સર્વજ્ઞતા)
ભગવાન મહાવીર તથા બુદ્ધના સમયથી લઈને આજ સુધીના લગભગ અઢી હજાર વર્ષના ભારતીય સાહિત્યમાં સર્વજ્ઞત્વના અસ્તિ-નાસ્તિપક્ષોની, તેના