________________
૫ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપી દર્શન હતી કે જડરૂપ હતી તેટલું જ તે જણાવી શકે છે. આમ, સુષુપ્તિમાંય જ્ઞાનાકારો ઊઠે છે, પણ ચિત્ત મૂઢ હોઈ તે જ્ઞાનાકારો અત્યંત અસ્પષ્ટ અને ઝાંખા હોય છે. પરિણામે તે જ્ઞાનાકારોનું સ્મરણ થતું નથી પરંતુ તે જ્ઞાનાકારોની સાથે સુખ, દુઃખ કે જડતાનો જે સામાન્યપણે અનુભવ થયો હોય તેનું જ જાગ્યા પછી સ્મરણ થાય છે.
. (૫) સ્મૃતિ : જેનો અનુભવ થયો હોય એ વિષયનું કંઈ પણ ઉમેરા વિના યાદ આવવું તે સ્મૃતિ છે.16s અનુભૂત વિષય જ પોતાનો સંસ્કાર ચિત્તમાં પાડવા સમર્થ છે. જ્યારે ઉદ્ધોધક સામગ્રી ઉપસ્થિત થાય છે ત્યારે ચિત્તમાં પડેલા અનુભૂત વિષયના સંસ્કાર જાગે છે. પરિણામે, વિષય અનુપસ્થિત હોવા છતાં ચિત્ત તે વિષયાકારે પરિણમે છે. ચિત્તના આ વિષયાકાર પરિણામમાં જો અનુભૂત વિષયથી કંઈ વધારે ન હોય પણ તેટલું જ કે કંઈક ઓછું હોય તો તેને સ્મૃતિ કહેવાય. આમ, સ્મૃતિ પૂર્વાનુભવની મર્યાદાનું ઉલ્લંઘન કરતી નથી, પહેલાં જેટલો વિષય અનુભવાયેલો હોય તેટલાનું કે ઓછાનું સ્મરણ સ્મૃતિ' કરે છે, વધારેનું સ્મરણ તે કરતી નથી.169
સ્મૃતિ વખતે ચિત્તને પૂર્વાનુભવનું સ્મરણ થાય છે કે પૂર્વાનુભૂત વિષયનું સ્મરણ થાય છે કે પછી બન્નેનું ? વિષયના આકારે પરિણમેલો તે અનુભવ ગ્રાહ્ય વિષય અને ગ્રહણરૂપ જ્ઞાન બન્નેના આકારવાળો હોઈ બન્નેના સંસ્કારો પાડે છે. યોગ્ય અભિવ્યંજક મળતાં આ સંસ્કારો જાગે છે, પરિણામે બન્નેના આકારવાળી સ્મૃતિને આ સંસ્કારો ઉત્પન્ન કરે છે. આમ, ઋતિકાળે ચિત્તને પૂર્વાનુભૂત ગ્રાહ્ય વિષય અને પૂર્વાનુભવરૂપ જ્ઞાન બન્નેયનું સ્મરણ થાય છે. આમ થવાનું કારણ એ છે કે જેવો અનુભવ તેવો સંસ્કાર અને જેવો સંસ્કાર તેવી સ્મૃતિ એવો નિયમ છે. 70
અનુભવમાં ગૃહીતનું ગ્રહણ નથી પણ અગૃહીતનું ગ્રહણ છે. જ્યારે સ્મૃતિમાં ગૃહીતનું ગ્રહણ છે. સ્મૃતિ અન્ય ચિત્તવૃત્તિએ જે વિષયનું ગ્રહણ કર્યું છે તે જ વિષયનું ગ્રહણ કરે છે.171
' અનુભવ અને સ્મરણ વચ્ચે અત્યંત સમાન આકાર છે એમ ન માનવું, કારણ કે અનુભવ અનુવ્યવસાયરૂપ હોય છે જેમાં ગ્રહણાકાર મુખ્ય હોય છે, વિશેષ્ય હોય છે અને ગ્રાહ્યાકાર ગૌણ હોય છે, વિશેષણ હોય છે, “હું ઘટને જાણું છું” એ અનુવ્યવસાય છે, તેમાં જ્ઞાન વિશેષ્ય છે અને ગ્રાહ્ય ઘટ વિશેષણ છે. પરંતુ સ્મૃતિમાં ગ્રાહ્યાકાર મુખ્ય હોય છે, વિશેષ હોય છે અને ગ્રહણાકાર ગૌણ હોય છે, વિશેષણ હોય છે; “તે ઘટ” આવા આકારનું સ્મરણ હોય છે,