________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા –
પ્રગટ થાય છે. બુદ્ધિમાં ‘‘આ વિષય આવો છે’” એવી અધ્યવસાય નામની વૃત્તિ જન્મે છે. આ છે સવિકલ્પક જ્ઞાન.
139
02
મનની મદદ વિના જ્ઞાનેન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરી શકતી નથી. મન ચક્ષુ વગેરેની સાથે જોડાઈ તેમની સાથે ઐક્ય સંપાદન કરી દર્શન, સ્પર્શન વગેરે ક્રિયાઓ કરે છે. “હું અન્યમનસ્ક હતો એટલે હું સાંભળી શક્યો નહીં' વગેરે પ્રમાણો દ્વારા સિદ્ધ થાય છે કે ચક્ષુ વગેરે ઈન્દ્રિયો સાથે મન જોડાયેલું ન હોય ત્યારે તે તે ઈન્દ્રિય પોતાનો વ્યાપાર કરી શકતી નથી.140
સાંખ્યદર્શનમાં ત્રિગુણાત્મક અહંકારની સત્ત્વગુણપ્રધાન અવસ્થામાંથી ઈન્દ્રિયની ઉત્પત્તિ માની છે એટલે સાત્ત્વિક ઈન્દ્રિયોના પોતાના વિષય સાથેના સંબંધને પરિણામે બુદ્ધિનો આવરણાત્મક તમોગુણ અભિભૂત થતાં સત્ત્વગુણ પ્રબળ બને છૅ અને બુદ્ધિ ઈન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયાકારરૂપે પરિણમે છે.41 આમ બુદ્ધિ ઈન્દ્રિયો દ્વારા બાહ્ય વિષયાકારે પરિણમતી હોઈ બુદ્ધિને દ્વારી અને ઈન્દ્રિયોને દ્વારો કહ્યા છે.142 બુદ્ધિ વિષયાકારે પરિણમે છે ત્યારે બુદ્ધિમાં ‘આ વિષય આવો છે’’ એવો અધ્યવસાય થાય છે. બુદ્ધિગત વિષયાકારથી અધ્યવસાય ભિન્ન નથી.143 અર્થાત્ બુદ્ધિગત વિષયાકાર અધ્યવસાયાત્મક, નિશ્ચયાત્મક, સ્પષ્ટ, વિશદ છે અને આવો બુદ્ધિગત વિષયાકાર તે જ બુદ્ધિની વૃત્તિ છે. બુદ્ધિમાં આવેલો આકાર બાહ્ય વિષયના આકાર જેવો જ (યથાર્થ) હોય તો તે બુદ્ધિવૃત્તિ (જ્ઞાન) પ્રમાણ કહેવાય.
વાચસ્પતિને મતે પ્રત્યક્ષની બાબતમાં બાહ્યેન્દ્રિય, મન, અહંકાર અને બુદ્ધિ આ ચારની વૃત્તિઓ યુગપત્ અથવા ક્રમથી થાય છે. અપ્રત્યક્ષની બાબતમાં પણ `મન, અહંકાર અને બુદ્ધિની વૃત્તિઓ યુગપત્ અથવા ક્રમથી થાય છે, પરંતુ તેમની પૂર્વે કોઈને કોઈ સમયે પ્રત્યક્ષ થયું હોવું જોઈએ. ગાઢ અંધકારમાં વીજળીનો ચમકારો થતાં વટેમાર્ગુ સર્પ જુએ છે. આવે પ્રસંગે આલોચનવૃત્તિ, સંકલ્પવૃત્તિ, અભિમાનવૃત્તિ અને અધ્યવસાયવૃત્તિ યુગપત્ ઉત્પન્ન થાય છે. ચક્ષુનો સર્પ સાથે સંયોગ થતાં જ તે દૂર હટી જાય છે. બીજી બાજુ, મુસાફર આછા પ્રકાશમાં દૂર જુએ છે કે કંઈક છે (આલોચનવૃત્તિ), પછી ધ્યાનથી જોતાં તેને જણાય છે કે એ ચોર (સંકલ્પવૃત્તિ), પછી તેને જણાય છે કે તે એની તરફ જ આવી રહ્યો છે (અભિમાનવૃત્તિ), પછી તે નિશ્ચય કરે છે કે તેણે ત્યાંથી ઝડપથી ભાગી જવું જોઈએ (અધ્યવસાયવૃત્તિ), પછી ત્યાંથી ભાગી જાય છે. અહીં કરણોની પ્રવૃત્તિ ક્રમથી થાય છે. અપ્રત્યક્ષની બાબતમાં સ્મૃતિ, અનુમિતિ કે શબ્દબોધ અને તેમનું કાર્ય પલાયન કે અવસ્થાન એકસાથે થઈ શકે છે, અને કોઈક વાર