________________
શ્લોક-૧ : મંગલ
इष्टोपदेशः तस्मै-स्वभावसमलङ्कृताय, अत एव सज्ञानरूपायसच्चिल्लक्षणाय, अत एव परमात्मने - स्वभावाविर्भावप्रयुक्तपारम्यपरिपूर्णाय, नमोऽस्तु - भक्तिप्रणामः स्तात् ॥१॥
ननु च स्वो भावः स्वभाव इति नास्य प्राप्तियुज्यते, अप्राप्तस्य तदर्शनात्, अन्यथा प्राक् स्वभावविकलस्य वन्ध्यापुत्रादिसादृश्यप्रसक्तेश्चेति चेत् ? अत्राह -
તેવા = સ્વભાવથી વિભૂષિત એવા, માટે જ સમ્યકજ્ઞાનરૂપ એવા, માટે જ પરમાત્માને = સ્વભાવના પ્રાગટ્યથી થયેલી ઉત્કૃષ્ટતાથી પરિપૂર્ણને, નમસ્કાર થાઓ = ભક્તિથી પ્રણામ હોજો. ૧.
શંકા - પોતાનો ભાવ = સ્વભાવ. આવી વ્યુત્પત્તિ હોવાથી તેની પ્રાપ્તિની વાત કરવી ઉચિત નથી. કારણ કે એવું દેખાય છે, કે જે પ્રાપ્ત ન હોય, એની જ પ્રાપ્તિ થાય છે. પોતાનો ભાવ તો પહેલાથી વિદ્યમાન જ હોય છે. જો આમ ન માનો, તો જે પહેલા સ્વભાવરહિત હોય તે વંધ્યાપુત્ર, આકાશકુસુમ વગેરેની સમાન થઈ જાય, એવી આપત્તિ પણ આવે છે.
સમાધાન - ગ્રંથકારશ્રી આ જ શંકાનું નિરાકરણ કરી રહ્યા છે -