________________
રૂપનિષત્ શ્લોક-૩ : શુદ્ધ આત્મભાવના વિરહમાં કર્તવ્ય ૨૨ भेदः, एष च व्याख्यासिद्धः, अत्रोपनयः सुगमः, उक्तं च - वरं वयतवेहिं सग्गो, मा दुक्खं होउ णिरइ इयरेहिं । छायातवट्ठियाणं पडिवालंताण गुरुभेयं - इति (मोक्षप्राभृते २५)
एतच्च व्रतप्रतिपत्तिविधौ प्रोत्साहनायैवोच्यते, न तु स्वर्गस्यैवोपादेयतासिद्ध्यर्थम्, वस्तुतः स्वर्गेऽपि सुखाभावात्, यथा चैतत्तत्त्वं तथा वक्ष्यते पुरस्तात् ।
સ્થાનમાં રહેવાથી થયેલા સંતાપથી સીદાય છે. તે બન્નેમાં, મોટો તફાવત છે. આ તફાવત તો ઉપરોક્ત વ્યાખ્યાથી જ સિદ્ધ છે. અહીં ઉપનય સુગમ છે. કહ્યું પણ છે કે – વ્રત અને તપના આચરણો દ્વારા સ્વર્ગ મળે એ સારું છે. પણ અવ્રત અને સુખશીલતાના સેવનથી નરકનું દુઃખ મળે એ સારું નથી. જે બે છાયા અને તડકામાં ઊભા રહીને રાહ જુએ છે, તે બે વચ્ચે મોટો ભેદ છે. (મોક્ષપ્રાભૃત ર૫)
આ વાત વ્રતના સ્વીકાર માટે પ્રોત્સાહન આપવા માટે જ કહેવાય છે. સ્વર્ગ જ ઉપાદેય છે, એવું સિદ્ધ કરવા માટે નથી કહ્યું. કારણ કે હકીકતમાં તો સ્વર્ગમાં પણ સુખ નથી. આ તત્ત્વ જે રીતે રહેલું છે, તે રીતે આગળ કહેવાશે.