________________
૬૦ શ્લોક-૧૯: શરીર સાથે સંગ્રામ રૂપરેશઃ तव्यमिति चेत् ? एतदेव प्रस्तौति प्रकरणकारः - यज्जीवस्योपकाराय, तद्देहस्यापकारकम् । यद्देहस्योपकाराय, तज्जीवस्यापकारकम् ॥१९॥
सुगमम् । येन सह योद्धव्यं भवति, नासावमित्रान्यः, एतन्नीत्या वपुरेव रिपुः । इत्थञ्च तदुपकारकं स्वापकारकृदिति किमत्र चित्रम् ? । नन्वेवं स्थितेऽपि देहोपकारः प्रेयान्
આલંબને શૂરપણે શરીર સાથેના યુદ્ધમાં ઝુકાવી દેવું ?
સમાધાન - પ્રકરણકાર આ જ પ્રશ્નનો જવાબ રજુ કરે છે -
જે જીવના ઉપકાર માટે થાય છે, તે શરીરને અપકારક થાય છે અને જે શરીરના ઉપકાર માટે થાય છે, એ જીવને અપકારક થાય છે. ૧૯લા.
સુગમ છે. જેની સાથે યુદ્ધ કરવાનું હોય, તે દુશ્મન સિવાય બીજો કોઈ ન હોય = દુશ્મન જ હોય. આ નીતિથી શરીર જ શત્રુ છે. આ રીતે જે શરીર પર ઉપકાર કરનારું હોય, તે આત્મા પર અપકાર કરે, એમાં શું આશ્ચર્ય છે ?
શંકા - આમ હોવા છતાં પણ બધાને શરીર પરનો ઉપકાર પ્રિય હોય છે. માટે તેનો અનાદર-ઉપેક્ષા શી રીતે કરી શકાય ?