________________
८४
શ્લોક-૨૮ : સંયોગથી દુઃખ इष्टोपदेशः एते न परमार्थतो मां स्पृशन्त्यपीत्याशयः, यथा चात्यन्तभिन्नता संयोगानां तथा व्युत्पादितमस्माभिर्ज्ञानोपनिषदीति नात्र प्रतन्यते । ___ अथ भवतु संयोगानां बाह्यत्वम्, तथाप्युपास्या एवैते, सुखसन्दोहसाधनत्वात्, एकत्वाद्यनुचिन्तायां दैन्यादिदोषानुषङ्गाच्चेति चेत् ? न, वस्तुस्थितेविपर्यस्तत्वात्, एतदेवाचष्टेदुःखसन्दोहभागित्वं संयोगादिह देहिनाम् । त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः ॥२८॥
પડતો નથી. વાસ્તવમાં તેઓ મને સ્પર્શ પણ કરતા નથી. સંયોગ-આત્માથી તદ્દન ભિન્ન છે, એ અમે જ્ઞાનોપનિષમાં સમજાવ્યું છે. માટે અહીં તે નથી કહેતા.
શંકા - સંયોગો ભલે બાહ્ય હોય, તો પણ તેમની ઉપાસના કરવી જ જોઈએ. કારણ કે તેઓ સુખોના સમૂહના સાધન છે. વળી એકત્વના ચિંતનમાં તો “હાય, હું એકલો છું” એમ દીનતા વગેરે દોષોનો પણ સંસર્ગ થાય. માટે પણ એકત્વની ભાવના ઉચિત નથી.
સમાધાન - ના, વાસ્તવિકતા એનાથી ઉલ્ટી છે. ગ્રંથકારશ્રી એ જ જણાવી રહ્યા છે
જીવો સંયોગથી દુઃખોના સમૂહના ભાગી થાય છે. માટે એ સર્વનો હું મન-વચન-કાયાથી ત્યાગ કરું છું.