________________
રૂછપનિષત્ શ્લોક-૪૧-૪૨ : સ્થિરાત્મતત્ત્વની વિશેષતા ૨૨ ७२) । एवं सत्यपि निष्पन्नयोगिनस्तु वचनक्रियापरिणतस्य ताल्वाद्यभिघातात्मकस्पन्दभावेऽपि चित्तक्षोभ-विरहात्तमधिकृत्याफलत्वमसत्त्वं च तद्वचनोच्चारस्य प्रत्येयम्, स्वजन्यमजनयतः शुद्धनयाभिप्रायेणासत्त्वात् । एवञ्च सूक्तम् - ब्रुवन्नित्यादि । इत्थमेव गमनादिभावेऽपि तदभाव ऊह्यः, एषु हेतुगर्भितं कर्तृनिर्देशमाह - स्थिरीकृतात्मतत्त्वस्तु,
આવું હોવા છતાં પણ જે નિષ્પન્ન યોગી છે, તે બોલે ત્યારે તાળવા વગેરે અવયવોમાં વાયુના અભિઘાતરૂપ સ્પંદન થવા છતાં પણ ચિત્તક્ષોભ થતો નથી, માટે ચિત્તક્ષોભની અપેક્ષાએ તેમનું વચન નિષ્ફળ અને અવિદ્યમાન સમજવું. કારણ કે શુદ્ધ નયનો એવો અભિપ્રાય છે, કે જે પોતાના ફળને ઉત્પન્ન ન કરે તે વસ્તુ છે જ નહીં. (આ આપેશિક વાત છે, નિર્જરાદિ ફળની અપેક્ષાએ તો તેનું વચન સફળ પણ છે.) માટે બોલતો ઈત્યાદિ જે કહ્યું, તે બરાબર જ કહ્યું છે.
આ જ રીતે ગમન વગેરે હોવા છતાં પણ નથી – એ સ્વયં સમજી લેવું.
આ ત્રણે ક્રિયાઓમાં હેતુગર્ભિત કર્તાનો નિર્દેશ કરે છે - જેણે આત્મતત્ત્વને સ્થિર કર્યું છે, તે તો, અર્થાત્ આત્મતત્ત્વનું સ્થિરીકરણ કરવાથી જ. એનો જે ભાવાર્થ ૧૦