________________
૨૨૦ શ્લોક-૪૧-૪ર : સ્થિરાત્મતત્ત્વની વિશેષતા રૂણોપવેશ: विरुद्धा कथा विकथेति लक्षणसमन्वयादिति सूक्ष्ममीक्षणीयम्, न ब्रूते - परमार्थतो मौन्येव सः, वचनोच्चारभावेऽपि तदात्मपरिणतेरविकृतत्वात् ।
इदमुक्तं भवति - वाक्प्रयोगो हि स्पन्दजननद्वारेण चित्तविभ्रममुत्पादयन् कलुषयत्यात्मद्रव्यं प्राकृतात्मनाम्, तदुक्तम्-जनेभ्यो वाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः । भवन्ति तस्मात् सम्पर्क जनर्योगी ततस्त्यजेत्-इति (समाधितन्त्रे
વિરુદ્ધ કથા = વિકથા' એવું લક્ષણ તેમાં સમન્વય પામે છે, ઓ વિષયમાં સૂક્ષ્મદ્રષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ.
આ રીતે તે સાધક બોલતો હોવા છતાં ય નથી બોલતો = વાસ્તવમાં તે મૌનધારક જ છે. કારણ કે વચનોચ્ચાર થતો હોવા છતાં પણ તેની આત્મપરિણતિ અવિકૃત છે.
આશય એ છે કે વાણીનો પ્રયોગ સ્પંદન ઉત્પન્ન કરે છે, તેના દ્વારા તે ચિત્તના વિભ્રમને ઉત્પન્ન કરે છે. અને તેના દ્વારા સામાન્ય જીવોના આત્મદ્રવ્યને કલુષિત કરે છે. જેમ કે કહ્યું પણ છે કે – લોકસંપર્કથી વાણીનો પ્રયોગ થાય છે. તેનાથી સ્પંદન થાય છે, તેનાથી ચિત્તવિભ્રમ ઉત્પન્ન થાય છે. માટે યોગીએ લોકસંપર્કનો ત્યાગ કરવો જોઈએ. (સમાધિતંત્ર ૭૨)