________________
રૂછપનિષત્ શ્લોક-૨૮ : સંયોગથી દુઃખ ૮૧
दुःखेत्यादि । प्रयोगश्चात्र-देहिनां दुःखसन्दोहः संयोगहेतुकः, तथा संयोगस्वाभाव्यात्, कण्टकसंयोगवत्, व्यतिरेकनिदर्शनं सिद्धजीवाः । न चेष्टसंयोगेनानेकान्त इति वाच्यम्, तत्रापि दुःखसन्दोहहेतुताऽनतिवृत्तेः, उक्तं च - सम्बन्धान् कुरुते जन्तुर्यावन्त आत्मनः प्रियान् । तावन्तस्तस्य जायन्ते हृदये शोकशङ्कवः- इति । ननु च कोऽत्रापि हेतुरिति चेत् ? इष्टस्य गतागतादिनिखिलावस्थानां दुःखैकनिबन्धनत्वादिति
દુઃખ ઈત્યાદિ. અહીં આ રીતે અનુમાન પ્રયોગ થશે – જીવોના દુઃખોના સમૂહનું કારણ સંયોગ છે, કારણ કે સંયોગનો તથાવિધ = દુઃખ આપવાનો સ્વભાવ છે, જેમ કે કંટકનો સંયોગ, તેમાં વ્યતિરેક દૃષ્ટાંત છે સિદ્ધના જીવો, તેમને સંયોગ નથી, તેથી દુ:ખ પણ નથી.
પૂર્વપક્ષ - ઈષ્ટસંયોગને લઈને તમારો હેતુ અનેકાંતિક બને છે. ઈષ્ટસંયોગ એ સંયોગ તો છે, પણ તે દુઃખના બદલે સુખનો હેતુ બને છે.
ઉત્તરપક્ષ - ના, કારણ કે ઈષ્ટસંયોગ પણ દુઃખનું કારણ બને જ છે. કહ્યું પણ છે કે – જીવ પોતાના જેટલા પ્રિય સંબંધો કરે છે, એટલા તેના હૃદયમાં શોકશંકુઓ (શંકુ = શસ્ત્રવિશેષ) થાય છે.
શંકા – પણ એનું ય શું કારણ ?