________________
૨૦૪ શ્લોક-૩૪ : નિશ્ચયથી આત્મા જ ગુરુ રોપવેશ: सिद्धत्वात्, नो चेदेवं तदा समानगुरुशिष्यासमानफलानुपपत्तिः, दृश्यते चागमादौ धन्यानगारजमालि प्रभृतेः फलविसदृशतैकगुरुत्वेऽपीत्यभ्युपेयमात्ममात्रे गुरुत्वम्, उक्तं च - नयत्यात्मानमात्मैव जन्म निर्वाणमेव च । गुरुरात्मात्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः - इति (समाधितन्त्रे ७५) प्रमाणं चात्र पारमर्षम्
यात्मान
તો એક જ ગુરુના શિષ્યોને અલગ-અલગ ફળ મળે છે, એની સંગતિ નહીં થાય. આગમ વગેરેમાં ધન્ના અણગાર, જમાલિ વગેરેના ગુરુ એક જ પ્રભુ વીર) હોવા છતાં પણ તેમને મળેલા ફળની ભિન્નતા દેખાય છે, માટે માત્ર આત્મામાં જ ગુરુપણું છે, એમ સ્વીકારવું જોઈએ. આશય એ છે કે જો બાહ્ય ગુરુથી જ ફળ મળતું હોય, તો ધન્ના અણગાર, જમાલિ વગેરેને એક સરખું ફળ મળવું જોઈએ. પણ તેમને જુદું જુદું ફળ મળ્યું, એ જ બતાવે છે કે આત્મા જ પારમાર્થિક ગુરુ છે.
કહ્યું પણ છે કે - આત્મા જ આત્માને સંસારમાં અને મોક્ષમાં લઈ જાય છે. પરમાર્થથી આત્મા જ આત્માનો ગુરુ છે, તેનાથી અન્ય આત્માનો કોઈ ગુરુ નથી. (સમાધિતંત્ર ૭પ) આ વિષયમાં પરમર્ષિનું વચન પણ પ્રમાણ છે કે – શીલંગરથમાં આરૂઢ જ્ઞાન-દર્શનરૂપી