________________
શ્લોક-૨૬ : નિર્મમતા इष्टोपदेशः - इति (तत्त्वानुशासने ६७) । स च ध्यानरूप आत्मा यदाऽऽत्मानमेव ध्यायति, तदा ध्यानध्येयभेदः परमार्थवृत्त्या નાચેવેતિ |
अथ यद्युक्तन्यायेन सम्बन्धसम्भवाभावस्तदा कथम्बन्धमोक्षभेदः सङ्गतिमङ्गति ? अन्यथा त्वाकाशस्यापि बन्धादिर्दुर्निवार इत्यत्राह - बध्यते मुच्यते जन्तुः सममो निर्ममः क्रमात् । तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत् ॥२६॥ (તસ્વાનુશાસન-૬૭) અને તે ધ્યાનરૂપ આત્મા જ્યારે
જ્યારે આત્માનું જ ધ્યાન કરે છે, ત્યારે ધ્યાન અને ધ્યેયનો ભેદ પરમાર્થવૃત્તિથી નથી જ.
શંકા - જો હમણા કહેલી નીતિથી સંબંધના સંભવનો અભાવ જ હોય = સંબંધ શક્ય જ ન હોય, તો પછી બંધ અને મોક્ષનો ભેદ શી રીતે ઘટે. જો કોઈ સંબંધ વગર પણ બંધ-મોક્ષ થતા હોય, તો પછી આકાશના ય બંધ વગેરે માનવા પડશે.
સમાધાન - અહીં ગ્રંથકારશ્રી જ પ્રત્યુત્તર આપે છે –
ક્રમશઃ મમતાવાળો અને નિર્મમ જીવ બંધ અને મોક્ષ પામે છે. માટે સર્વ પ્રયત્નથી નિર્મમત્વનું વિભાવન કરવું જોઈએ. રદી