________________
६६
શ્લોક-૨૧ : આત્મસ્વરૂપ
इष्टोपदेशः
नोपपद्यते तथा विवेचितं न्यायविशारदे महता प्रबन्धेनेति नात्र પ્રતન્યતે । તમેવ વિશેષયતિ - તનુમાત્ર: - શરીરપ્રમાળ:, सर्वगताद्यात्मकल्पनायां संसाराभावाद्यनेकदोषानुषङ्गात्, तमेव विशेषयति-निरत्ययः - अविनश्वरः, स्वभावाव्ययसम्पन्नत्वात्, तमेव विशेषयति - अत्यन्तसौख्यवान् - अप्रत्याहतपरमानन्दलोकालोकविलोकन: प्रसरः, तमेव विशेषयति विश्वविश्वदर्शनः सर्वदर्शीति यावत् क एवम्भूतः ? को
—
—
વસ્તુનું ન્યાયવિશારદ નામના વાર્દિકમાં વિસ્તૃત પ્રબંધથી વિવરણ કર્યું છે. માટે અહીં તેનો વિસ્તાર કરતા નથી. એનું જ બીજું વિશેષણ કહે છે - શરીરમાત્ર શરીરના પ્રમાણનો, કારણ કે જો આત્માને સર્વગત માનીએ તો એક ગતિમાંથી બીજી ગતિમાં જવારૂપ સંસાર જ ન રહે વગેરે અનેક દોષો ઊભા થાય. એનું જ ત્રીજું વિશેષણ કહે છે- અવિનાશી = કદી નાશ નહીં પામનાર. કારણ કે આત્મા કદી પણ પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થતો નથી. એ જ આત્માનું ચોથું વિશેષણ કહે છે - અત્યંત સુખવાળો = જેના પરમાનંદનો પ્રસાર ક્યાંય પ્રત્યાઘાત નથી પામતો તેવો. તેનું જ પાંચમું વિશેષણ કહે છે લોકાલોકદર્શન = સમગ્ર જગતને જોનારો. કોણ આવા પ્રકારનો છે ? અથવા તો એ કોણ છે ? એ કહે છે
=
—