________________
રૂઠ્ઠોપનિષદ્ શ્લોક-૨૪ : પરિષહાદિના અસંવેદનનું ફળ
ननु च मा भूदन्यचित्तस्य पुरः स्थितस्तम्बेरमादिवेदनम्, तीक्ष्णदुःखोत्पादकपरीषहाद्यवेदनं तु दुरुपपन्नमेवेति चेत् ? न, ज्वरितव्यवहारिनिदर्शनेन तादृशावेदनस्यापि प्रत्यक्षसिद्धत्वात्, यथा हि चण्डज्वरगृहीतोऽपि कश्चिद् वणिग् विक्रयव्याक्षिप्तचेतस्तया ज्वरपीडाया लवमपि न वेत्ति, तथा द्रष्टव्यं प्रकृतेऽपि । वस्तुतस्त्वरत्यादिविकल्पैरपि शून्यस्य न पौद्गलिकविकल्पगन्धोऽपीति किमत्रानुपपन्नम् ? तदुक्तम्- का अरई आणंदे के व त्ति वियप्पणं ण जत्थुत्तं । अण्णे तत्थ वियप्पा
७३
શંકા - જેનું મન બીજે પરોવાયેલું છે અને સામે રહેલા હાથી વગેરેનું સંવેદન ભલે ન થાય. પણ જે તીક્ષ્ણ દુઃખ ઉત્પન્ન કરે છે, એવા પરીષહ વગેરેનું સંવેદન ન થાય, એ વાતની સંગતિ તો ખૂબ મુશ્કેલ જ છે.
સમાધાન - ના, તાવવાળા વેપારીના દૃષ્ટાંતથી તેવા પ્રકારનું અસંવેદન પણ પ્રત્યક્ષસિદ્ધ છે. જેમ કે તીવ્ર તાવવાળો પણ કોઈ વેપારી વેચાણમાં વ્યસ્ત મનવાળો હોય, તો તાવની થોડી પણ પીડાને તે અનુભવતો નથી. એ રીતે પ્રસ્તુતમાં પણ સમજવું જોઈએ. વાસ્તવમાં તો જે અતિ વગેરેના વિકલ્પોથી પણ રહિત છે, તેને પૌદ્દગલિક વિકલ્પનો કોઈ અવકાશ જ નથી, તેથી અહીં શું અસંગત છે ? મહોપાધ્યાયજીએ તે કહ્યું પણ છે કે -