________________
રૂણોપનિષત્ શ્લોક-૬ : વાસનામાત્ર સુખ-દુઃખ ૨૭ प्रत्यक्षम्, सुखं दुःखं च वासनामात्रमेव - परमार्थस्थितिशून्यत्वेनाभिमानि-कमेव, तथा चोक्तम् - एकस्य विषयो यः स्यात्, स्वाभिप्रायेण पुष्टिकृत् । अन्यस्य द्वेष्यतामेति, स एव मतिभेदतः - इति (अध्यात्मसारे ९-४) । ननु पुरुषभेदत एवैतत् सङ्गतिमङ्गति, तस्यैव पुरुषस्य तु स विषयः सुखकृदेवेति कथं सुखादेः परमार्थस्थितिशून्यतेति चेत् ? न, कालभेदेन समानाधिकरणकासमानाभिप्रायोपलम्भात्, एतदेव
સુખ આમ તો પરોક્ષ છે, પણ હમણા જણાવ્યું હોવાથી બુદ્ધિને પ્રત્યક્ષ છે.) સુખ અને દુઃખ વાસનામાત્ર જ છે = તે વાસ્તવિક રીતે છે જ નહીં, માટે મનનું માનેલું જ છે. કહ્યું પણ છે કે – પોતાના અભિપ્રાયથી એકને જે વિષય પુષ્ટિકારક લાગે છે=પ્રિય લાગે છે, તે જ વિષય બીજાને અભિપ્રાયભેદથી દ્વેષપાત્ર બને છે. (અધ્યાત્મસાર ૯-૪)
પૂર્વપક્ષ - આ વાત તો પુરુષભેદથી જ સંગત થાય છે. તે જ પુરુષને તો તે વિષય સુખકારક જ છે. તો પછી સુખ અને દુઃખ વાસ્તવમાં છે જ નહીં, એવું કેમ કહી શકાય ?
ઉત્તરપક્ષ - “તે જ પુરુષને તે વિષય સુખકારક જ છે' - એવું કે તમે કહ્યું તે ઉચિત નથી. કારણ કે કાળભેદથી એક જ પુરુષ એક જ વિષયમાં વિરુદ્ધ