________________
५७
इष्टोपनिषद् શ્લોક-૧૮ : અશુચિમય કાયા
ननु च ध्यानमेव क्षपकश्रेण्यादिश्रेयःसाधकत्वेनोपादेयमिति किं क्लेशफलेन शरीरयुद्धेनेति चेत् ? न, शरीरसमरव्यक्तीभवदपगतदेहाध्यासभावमन्तरेण शुद्धध्यानस्यैवासम्भवात् । निश्चयलिप्सूनामपि व्यवहारस्यापरिहार्यमेवाऽऽसेवनमिति हृदयम्। किञ्च क्लेशैकफलताऽपि वपुःसङ्ग्रामस्यासिद्धा, महाफलत्वेनास्य पारमर्षप्रमाणितत्वात्, तदुक्तम् – खुहं पिवासं
પૂર્વપક્ષ - ધ્યાન જ ક્ષપકશ્રેણિ વગેરે કલ્યાણને સાધે છે, માટે ક્લેશરૂપી ફળ આપનારા એવા શરીર સાથેના યુદ્ધથી શું ?
ઉત્તરપક્ષ - આવું માનવું ઉચિત નથી.—કારણ કે શરીર સાથેના યુદ્ધથી દેહાધ્યાસના ભાવથી વિદાય વ્યક્ત થાય છે. અર્થાત્ જેને દેહાધ્યાસ ન હોય એ પ્રાયઃ શરીર સાથે યુદ્ધ કરે છે અને જો દેહાધ્યાસ ન ગયો હોય તો શુદ્ધ ધ્યાન જ સંભવતું નથી. આશય એ છે કે જેમને ધ્યાનથી શુદ્ધતા વગેરે રૂપ નિશ્ચયનો ખપ હોય, તેમણે પણ યથાશક્તિ તપસ્યા વગેરે કરવા દ્વારા વ્યવહાર માર્ગની આરાધના કરવી પણ આવશ્યક છે.
વળી શરીર સાથે યુદ્ધ કરવાથી માત્ર ક્લેશ જ મળે છે એવું પણ નથી. કારણ કે એનાથી મહાન ફળ મળે છે, એમ પરમર્ષિના વચનથી પ્રમાણિત કરાયું છે. આ