________________
३८
શ્લોક-૧૨ : પ્રચુર વિપત્તિઓ इष्टोपदेशः गृहाण । किञ्चास्यौषधमिति चेत् ? भवाभावापादनमन्तरेण न किञ्चित्, प्राणप्रकृत्योः सहगमनशीलत्वात्, उक्तं च - स्वभावो दुरतिक्रमः - इति । न हि विभावसुविध्यापनविधानादन्यत्र तच्छीतलीकरणाभियोगो युनक्ति साफल्येन, तथातत्स्वाभाव्यादिति प्रतीतम् ।
ननु च नैष एकान्त एकान्तकान्तः, विपद्विघटनविभोवित्तादेविद्यमानत्वादिति चेत् ? अत्राह -
સમાધાન - સંસારનો અંત કર્યા સિવાય બીજો કોઈ નહીં, કારણ કે પ્રાણ અને પ્રકૃતિનો એવો સ્વભાવ છે, કે તે બન્ને સાથે જ જાય છે. કહ્યું પણ છે કે – સ્વભાવને ઓળંગવો (ફેરવવો) એ ખૂબ મુશ્કેલ છે.
આગને બુઝાવી નાખવી, એ જ તેને ઠંડી કરવાનો ઉપાય છે, એ સિવાય તેને ઠંડી કરવાનો ઉપાય સફળ ન થઈ શકે. કારણ કે ઉષ્ણતા એ તેનો તેવા પ્રકારનો સ્વભાવ જ છે, એ બધા જાણે છે. એ જ રીતે પ્રસ્તુતમાં પણ સમજી શકાય.
શંકા - સંસારમાં દુ:ખ જ હોય છે, એવો એકાંત રાખવો, એ એકાંતે સારો નથી. કારણ કે સંસારમાં જે વિપત્તિઓ આવે તેને દૂર કરવામાં સંપત્તિ વગેરે સમર્થ