________________
२४
શ્લોક-૮ : મોહનું ફળ इष्टोपदेशः अथेत्थमपि कथञ्चिद्व्यावृत्तेरेवोपपादितत्वेन सर्वथा व्यावृत्त्युक्तिः प्लवत इति चेत् ? न, · स्याद्वादिवचस्यनुक्तस्यापि स्यात्कारस्याभ्यूह्यत्वेन सर्वथोक्तेरपि दर्शितरीत्यैव
પૂર્વપક્ષ - ઠીક છે, પણ આ રીતે તમે કથંચિત વ્યાવૃત્તિ જ સિદ્ધ કરી છે – બધી રીતે વ્યાવૃત્તિ નથી, પણ અન્યત્વથી જ વ્યાવૃત્તિ છે એવું સિદ્ધ કર્યું છે. માટે મૂળ શ્લોકમાં સર્વથા અન્ય સ્વભાવવાળા = સર્વથા વ્યાવૃત્તિવાળા એવું જે કહ્યું છે, તે ઘટતું નથી.
ઉત્તરપક્ષ - જ્યાં કથંચિતપણું નથી, સર્વથાપણું જ છે, તે એકાંતવાદ છે, એવા એકાંતવાદને સ્યાદ્વાદમાં સ્થાન નથી. સ્યાદ્વાદીને કદી એવું કહેવાનો આશય હોય જ નહીં. માટે સ્યાદ્વાદીના વચનમાં યાત્કાર = કથંચિતપણું = અમુક અપેક્ષાથી એવું ન કહ્યું હોય, તો પણ તે સમજી લેવાનું હોય છે. જેમ કે કોઈ સ્યાદ્વાદી એમ કહે કે “આ મારા પપ્પા જ છે ત્યારે પણ તેનો આશય એ જ હોય છે, કે આ ભવમાં = આ ભવની અપેક્ષાએ આ મારા પપ્પા છે. આ રીતે સ્યાદ્વાદીનો “જકાર પણ અમુક અપેક્ષાએ હોય છે. તે રીતે અહીં “સર્વથા' એવું કહ્યું તે પણ અમે કહેલી અપેક્ષાથી જ સમજવાનું છે. જો એમ ન માનો, એકાંતે અન્યસ્વભાવ = સર્વથા = બધી રીતે