________________
इष्टोपनिषद्
શ્લોક-૭ : મોહથી આવૃત જ્ઞાન
ઃિ - યત:, મોહેન - અતત્તવમિનિવેશેન, સંવૃતમ્ तिरोभूतम्, ज्ञानम् - यथार्थावबोधः, स्वभावं न लभते वस्तुस्वरूपाऽऽकलनसाधनतालक्षणस्वरूपलाभं न प्राप्नोति, अत्रार्थे निदर्शनमाह - यथा मदनकोद्रवैः - उन्मादोत्पादनानुगुणकोद्रवैः, मत्तः पुमान् पदार्थानाम् पुरः स्थितानामपि जनन्यादीनाम्, स्वभावं न लभते, यथाभिहितं मद्यपानमधिकृत्य - पापाः कादम्बरीपानविवशीकृतचेतसः । जननीं हा
-
-
१९
હિ = કારણ કે, મોહથી = જે જે નથી, તેમાં તેનાં કદાગ્રહથી, ઢંકાયેલું = આવરણ પામેલું, જ્ઞાન = યથાર્થ અવબોધ, સ્વભાવને પામતું નથી વસ્તુસ્વરૂપને જાણવારૂપ પોતાના સ્વરૂપને પામી શકતું નથી. આ વિષયમાં દષ્ટાંત આપે છે. જેમ મદનકોદ્રવોથી = જેઓ ઉન્માદ ઉપજાવી શકે તેવા કોદ્રવો (ધાન્યવિશેષ) થી, ઉન્મત્ત થયેલો પુરુષ પદાર્થોનું = સામે રહેલા પણ માતા વગેરેના સ્વભાવને પામી શકતો નથી.
=
-
જેમકે મદિરાપાન કરનારાઓને અનુલક્ષીને કહ્યું છે મદિરાના પાનથી જેમનું મન કાબુમાં નથી રહ્યું, તેવા પાપીઓ માતા પ્રત્યે પત્ની સાથે કરાય તેવું આચરણ કરે છે અને પત્ની પ્રત્યે માતા સાથે કરાય તેવું આચરણ કરે છે. (યોગશાસ્ત્ર ૩-૯)